બોટાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. અમુક બુથ પર વહેલી સવારથી જ લોકોએ લાઇન લગાવી દીધી છે. જ્યારે 2 માર્ચે મતગણતરી હાથ ધરાશે.


હાલ લગ્નની સીઝન પણ ચાલી રહી છે. આ દરમિયાન આજે અમુક જગ્યાએ વરરાજાએ પરણવા જતાં પહેલા વોટિંગ કર્યુ હતું. બોટાદના ઉગામેડી ગામના વરરાજાએ લગ્નના મુહૂર્ત પહેલા વરરાજાએ મતદાન કર્યુ હતું. વરરાજાની જાન અમરેલી જિલ્લાના વાકીયા સુખપર ગામે જવાની છે, તે પહેલા વોટિંગ કરીને પોતાની ફરજ અદા કરી હતી. મતદાન કર્યા બાદ વરરાજાએ તમામ લોકોએ મતદાન કરવું જોઈએ તેવી અપીલ કરી હતી.



આ પહેલા પાટણ તાલુકાના બાલીસણા ગામે બુથ નંબર 8માં વરરાજા સંજયજી પ્રધાનજી ઠાકોરે પરણવા જતાં પહેલા મતદાન કર્યું હતું.