અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 809 ઉમેદવાર મેદાનમાં છે. જિલ્લા અને તાલુકામાં 1 હજાર 199 મતદાન કેંદ્ર ઉભા કરાયા છે. જ્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ 7 લાખ 15 હજાર 511 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. જયારે ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ૧ લાખ ૩૮ હજાર ૨૭૩ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
આ બાજુ વડોદરામાં ચૂંટણી લક્ષી કામગીરીને આખરી ઓપ અપાઈ ગયો છે. નગરપાલિકાની ચૂંટણી માટે વડોદરાના પાદરામાં વહીવટી પ્રશાસન સજ્જ છે. નગરપાલિકાના છ વોર્ડમાં 24 બેઠકો માટે 33 બુથો પર યોજાશે ચૂંટણી. તો જિલ્લા પંચાયતની છ બેઠકો અને તાલુકા પંચાયતની 26 બેઠકો પરના 196 બુથો પર મતદાન યોજાશે.
રાજકોટ જિલ્લાના 1 હજાર 146 મતદાન બુથ પૈકી 396 કેંદ્રને સંવેદનશીલ મતદાન કેન્દ્ર જાહેર કરાયા છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો, જ્યારે 11 તાલુકા પંચાયતની 202 બેઠક માટે 586 ઉમેદવારો છે મેદાનમાં