નસવાડીઃ છોટાઉદેપુર જિલ્લામાં નસવાડીના રાયણઘોડા મતદાન મથક પર બોગસ મતદાન થતા હોબાળો મચ્યો છે. ટીનીબેન ભીલ નામની મહીલાના નામે બોગસ કોઈ અન્ય એ જ મતદાન કરી નાખ્યું છે. ટીનીબેન જ્યારે મતદાન મથક ઉપર પહોંચી ત્યારે તેમનું મતદાન થઈ ગયું હોવાનું જણાવતા ટીનીબેન ચોંકી ગઈ હતી.

મામલો બીચકતા મતદાન મથક ઉપર હોબાળો મચ્યો હતો. હોબાળા બાદ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને સાચા મતદારને ટેન્ડર વોટથી મતદાન કરાવવામાં આવ્યું. ફરજિયાત ઓળખ કાર્ડ ચેક કરી મતદાન કરવાનું હોવા છતાં કોઈ અન્ય વ્યક્તિ બોગસ મતદાન કરી જાય તેવી ગંભીર બેદરકારી સામે આવી છે.