અમરેલી : આજે નગર પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે સવારથી મતદાન થઈ રહ્યું છે. ત્યારે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ મતદાનના દિવસે પણ અનોખો વિરોધ દર્શાવ્યો હતો. મોંઘવારીનો અનોખો વિરોધ કર્યો હતો. પરેશ ધાનાણી અને તેમના ભાઈ શરદ ધાનાણી ખાતરની થેલી અને ગેસનો બાટલો લઈ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે.
સાઈકલ પર બાટલો અને થેલી લઈ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે. બહારપરા મતદાન કેન્દ્ર પરથી મતદાન કર્યું હતું. મતદાનના દિવસે સરકાર સામે પ્રહારો કર્યા હતા. સરકારને મોંઘવારી સહિતના મુદ્દે આડેહાથ લીધી હતી. કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Amreli : પરેશ ધાનાણી અને તેમના ભાઈ શું લઈને મતદાન કરવા પહોંચતા બન્યા ચર્ચાનું કેન્દ્ર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Feb 2021 11:16 AM (IST)
નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ મતદાનના દિવસે પણ અનોખો વિરોધ દર્શાવ્યો હતો. મોંઘવારીનો અનોખો વિરોધ કર્યો હતો.
તસવીરઃ પરેશ ધાનાણી ખાતરની થેલી સાથે સાયકલ લઈ મતદાન કરવા પહોંચ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -