જુનાગઢઃ જુનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપે ૩૦ બેઠકમાંથી ૨૨ બેઠક પર જીત મેળવી ભાજપે જિલ્લા પંચાયતનું શાસન કોંગ્રેસ પાસેથી આંચકી લીધુ હતું. જયારે ૨૦૧૫માં ૩૦માંથી ૨૭ બેઠક મેળવનાર કોંગ્રેસને આ વખતે માત્ર છ બેઠક જ મળી હતી. તો મજેવડી અને શીલ બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી.
જેમાં શરૂઆતથી જ ભાજપના ઉમેદવારોને સરસાઈ રહી હતી અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું.  જિલ્લા પંચાયતની ૩૦ બેઠકમાંથી ૨૨ બેઠક પર ભાજપની જીત થઈ હતી. જયારે છ બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. તો જૂનાગઢ તાલુકાની મજેવડી તતા માંગરોળ તાલુકાની શીલ બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. આમ ૩૦માંથી ૨૨ બેઠક પર જીત મેળવી ભાજપે કોંગ્રેસ પાસેથી શાસન આંચકી લીધું હતું. અને ૨૦૧૫માં થયેલી કારમી હાર બાદ જિ.પં. પર ફરી વખત ભગવો લહેરાવ્યો હતો. જયારે ૨૦૧૫ની ચૂંટણીમાં ૩૦માંથી કોંગ્રેસને ૨૭ બેઠક મળી હતી. જયારે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ ડબલ ડીજીટ સુધી પણ પહોંચી શકી ન હતી. અને કારમી હારનો સામનો કરવો પડયો હતો.
Junagadh
વોડૅ નં વોડૅ નું નામ સીટ નંબર સીટનો પ્રકાર વિજેતાનુ નામ પક્ષ મળેલ મત પરિણામ
1 અગતરાય 1 SC હમીરભાઇ હાદાભાઇ ધુળા ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ 7767 ચુંટાયેલ
2 અજાબ 1 General Female ધર્મિષ્ઠાબેન પરેશભાઇ કમાણી ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ 6966 ચુંટાયેલ
3 અમરાપુર ગીર 1 ST Female મધુબેન વરજાંગભાઇ કરમટા ભારતીય જનતા પાર્ટી 8096 ચુંટાયેલ
4 બાલાગામ 1 SC Female વનીતાબેન મનસુખભાઇ રાઠોડ ભારતીય જનતા પાર્ટી 6307 ચુંટાયેલ
5 ભેંસાણ 1 OBC Female લાભુબેન અનુભાઈ ગુજરાતી ભારતીય જનતા પાર્ટી 9899 ચુંટાયેલ
6 બિલખા 1 OBC અનકભાઇ ભીમભાઇ ભોજક ભારતીય જનતા પાર્ટી બિન હરીફ
7 ચુડા 1 OBC કુમારભાઈ સુરગભાઈ બસિયા ભારતીય જનતા પાર્ટી 8889 ચુંટાયેલ
8 ધંધુસર 1 General Female સાકરબેન અરજણભાઈ દિવરાણીયા ભારતીય જનતા પાર્ટી 7719 ચુંટાયેલ
9 ડુંગરપુર 1 General Female ભાવનાબેેેન દિનેશભાઇ મૈતર ભારતીય જનતા પાર્ટી 8980 ચુંટાયેલ
10 ગડુ 1 General Female કિરણ અશોક પીઠીયા ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ 10469 ચુંટાયેલ
11 જુથળ 1 General Female આરતીબેન હિતેષકુમાર જાવીયા ભારતીય જનતા પાર્ટી 8116 ચુંટાયેલ
12 કાલસારી 1 General Female ચન્દ્રીકાબેન કરશનભાઈ વાડદોરીયા ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ 8460 ચુંટાયેલ
13 કણઝા 1 General Female શાંતાબેન દીનેશભાઈ ખટારીયા ભારતીય જનતા પાર્ટી 7576 ચુંટાયેલ
14 કોયલાણા 1 General Female રીનાબેન હિતેષ મારડીયા ભારતીય જનતા પાર્ટી 7251 ચુંટાયેલ
15 કુકસવાડા 1 General હીરાભાઇ લખમણભાઇ સોલંકી ભારતીય જનતા પાર્ટી 8864 ચુંટાયેલ
16 મજેવડી 1 General કાંતીલાલ દેવજીભાઇ ગજેરા અપક્ષ 5514 ચુંટાયેલ
17 મક્તુપુર 1 SC જીવાભાઇ મસરીભાઇ સોલંકી ભારતીય જનતા પાર્ટી 8570 ચુંટાયેલ
18 માળીયા 1 General દિલિપસિંહ નાજાભાઇ સિસોદીયા ભારતીય જનતા પાર્ટી 9095 ચુંટાયેલ
19 માંગરોળ ઓ.જી. 1 General Female દુઘીબેન વાલાભાઇ ખેર ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ 8554 ચુંટાયેલ
20 મટીયાણા 1 General અરવિંદભાઈ જીણાભાઈ લાડાણી ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ 9198 ચુંટાયેલ
21 મેખડી 1 General સોમાતભાઇ આલાભાઇ વાસણ ભારતીય જનતા પાર્ટી 10105 ચુંટાયેલ
22 મેંદરડા 1 General હરેશભાઇ બાવા ઠુંંમર ભારતીય જનતા પાર્ટી 8320 ચુંટાયેલ
23 મેસવાણ 1 General અતુલભાઇ મોહનભાઇ ઘોડાસરા ભારતીય જનતા પાર્ટી 8824 ચુંટાયેલ
24 મોણપરી મોટી 1 General Female મધુબેન વિરેન્દ્રભાઈ સાવલીયા ભારતીય જનતા પાર્ટી 8816 ચુંટાયેલ
25 સરદારગઢ 1 General કંચનબેન લખમણભાઈ ડઢાણિયા ભારતીય જનતા પાર્ટી 7176 ચુંટાયેલ
26 સરસઇ 1 General વિપુલકુમાર છગનભાઈ કાવાણી ભારતીય જનતા પાર્ટી 8817 ચુંટાયેલ
27 સાસણ 1 General Female નિર્મળાબેન વિનોદભાઈ બુસા ભારતીય જનતા પાર્ટી 9528 ચુંટાયેલ
28 શાપુર 1 General મુકેશભાઈ જીવરાજભાઈ કણસાગરા ભારતીય જનતા પાર્ટી 7449 ચુંટાયેલ
29 શીલ 1 General Female શિલ્પાબેન રામજીભાઇ ચુડાસમા અપક્ષ 7266 ચુંટાયેલ
30 વડાલ 1 General પ્રવિણભાઇ ઘુસાભાઇ પટોળીયા ભારતીય જનતા પાર્ટી 6718 ચુંટાયેલ