રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે  31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે.  મોડાસામાં વોર્ડ નંબર 8માં મતદાતાઓએ અને ઉમેદવારોએ  મતદાન અટકાવ્યું છે.


રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે  31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. અરવલ્લીના મોડાસાના વોર્ડ-8 માં ઉમેદવારોએ મતદાન અટકાવ્યું છે. EVMમાં સાત અને આઠ નંબરનું બટન નહિ દબતું હોવાના આક્ષેપ બાદ મતદાતાઓએ આ મુદ્દે વિરોધ કરતા મતદાન અટકાકાવ્યું છે.

અરવલ્લીના મોડાસાના  ડુંઘરવાડા રોડ પર મદની હાઈસ્કૂલમાં મતદાનની પ્રક્રિયા સમયે આ ઘટના બની હતી.મોડાસાના  વોર્ડ નંબર આઠમાં સાત અને આઠ નંબરનું બટન ન દબાવાતા મતદાતા આ મુદ્દે રોષે ભરાયા હતા અને મતદાન અટકાવ્યું હતું તેમજ EVM મશીન બદલવાની રજૂઆત કરી હતી. આ સમયે ઉમેદવારો પણ ઘટના સ્થળે પહોંચ્યાં હતા અને તેમણે ઇવીએમ બદલવાની માંગણી કરાઇ હતી.