તેમણે કહ્યું, ક્યાંય ઉપર નીચે કરવાની દિશામાં આગળ વધશો તો મા વરાણા વાળી ખોડિયાર માફ નહીં કરે. બંને કમળના ઉમેદવારો ને મત આપો, નહિ તો કોંગ્રેસને મત આપજો. ક્રોસ વોટિંગમાં બંન્ને ઉમેદવાર કોંગ્રેસને મત આપવા આગળ વધીએ.
મંત્રીએ જિલ્લા પંચાયતના વિકલ્પ રૂપે કોંગ્રેસને મત આપવા કરેલી અપીલથી આશ્ચર્ય ફેલાયુ હતું. મંત્રીએ જિલ્લા પંચાયતના વિકલ્પ રૂપે કોંગ્રેસને મત આપવા કરેલી અપીલથી આશ્ચર્ય ફેલાયુ હતું. મંત્રીના બફાટનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમના આ નિવેદન બાદ ભાજપના નેતાઓ તેમને કઇંક સમજાવી રહ્યા છે. કોંગ્રેસનો પંજો છોડીને ભાજપનો ભગવો ધારણ કરનારો અલ્પેશ ઠાકોર પણ આ સભામાં હતો.