Gujarat Police Bharti: ગુજરાત પોલીસમાં ખાખી વર્દી પહેરવાનું સપનું જોતા ઉમેદવારો માટે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી PSI અને LRD ની ઐતિહાસિક ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 23 December છે. કુલ 13,591 જગ્યાઓ માટેની આ મેગા ભરતી પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે. જો તમે હજુ સુધી ફોર્મ નથી ભર્યું, તો છેલ્લી ઘડીની રાહ જોયા વિના આજે જ પ્રક્રિયા પૂર્ણ કરી લો, કારણ કે જાન્યુઆરીમાં ગ્રાઉન્ડ ટેસ્ટ શરૂ થવાના સંકેતો મળી ચૂક્યા છે.

Continues below advertisement

ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગ હેઠળની મોટાપાયે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. હજારો યુવાનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે તક હવે હાથવેંતમાં છે. 3 December, 2025 થી શરૂ થયેલી આ ઓનલાઈન અરજી પ્રક્રિયા આવતીકાલે રાત્રે સમાપ્ત થશે.

OJAS પર અરજી કરવાની છેલ્લી તક 

Continues below advertisement

ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે અરજી કરવાની છેલ્લી તારીખ 23 December, 2025 છે. આવતીકાલે રાત્રે 11:59 PM સુધી જ પોર્ટલ ખુલ્લું રહેશે. છેલ્લી ઘડીએ સર્વર ડાઉન થવાની શક્યતાઓ રહેતી હોય છે, તેથી ઉમેદવારોને વહેલી તકે ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈને પોતાનું ફોર્મ કન્ફર્મ કરવાની સલાહ આપવામાં આવે છે.

ભરતીનું ગણિત: ક્યાં અને કેટલી જગ્યાઓ? 

આ ભરતી પ્રક્રિયામાં કુલ 13,591 જગ્યાઓ ભરવામાં આવશે. જેનું વિવરણ નીચે મુજબ છે:

1. લોકરક્ષક કેડર (LRD) - કુલ 12,733 જગ્યાઓ: આ વિભાગમાં સૌથી વધુ ભરતી થવાની છે. જેમાં ધોરણ 12 Pass ઉમેદવારો અરજી કરી શકે છે.

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6,942

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 2,458

SRPF કોન્સ્ટેબલ: 3,002

જેલ સિપાહી (પુરુષ): 300 અને (મહિલા): 31

2. PSI કેડર - કુલ 858 જગ્યાઓ: ગ્રેજ્યુએશન (Graduate) પૂર્ણ કરેલા ઉમેદવારો માટે સબ-ઇન્સ્પેક્ટર બનવાની આ સુવર્ણ તક છે.

બિન હથિયારી PSI: 659

હથિયારી PSI: 129

જેલર ગ્રુપ-2: 70

ફિઝિકલ ટેસ્ટ માટે મોટી અપડેટ 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ઉમેદવારોની તૈયારીને વેગ આપવા માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર અપાયેલી સત્તાવાર માહિતી મુજબ, PSI અને LRD બંને કેડર માટેની શારીરિક કસોટી (Physical Test) સંભવિત રીતે January 2026 ના ત્રીજા સપ્તાહમાં શરૂ થઈ શકે છે.

એટલે કે ફોર્મ ભર્યાના ગણતરીના દિવસોમાં જ ઉમેદવારોએ ગ્રાઉન્ડ પર પરસેવો પાડવા તૈયાર રહેવું પડશે. બોર્ડ ટૂંક સમયમાં જ કોલ લેટર અને ગ્રાઉન્ડના સ્થળ અંગેની સત્તાવાર નોટિફિકેશન જાહેર કરશે. તેથી ઉમેદવારોએ વેબસાઇટ અને સમાચાર સાથે સતત સંપર્કમાં રહેવું જરૂરી છે.