Gujarat Police: ગુજરાત પોલીસમાં જાસૂસી કૌભાંડ સામે આવ્યું છે. ભરૂચમાં ટેક્નિકલ સર્વેલન્સના બે કર્મચારીઓ બુટલેગરો માટે પોલીસ અધિકારીઓની જાસૂસી કરતા હતા. જે બાદ આંતરિક તપાસ શરૂ કરાઈ છે. ગુજરાતના પોલીસના મોટા માથા ગણાતા અધિકારીઓની પણ જાસૂસી કરાઈ હોવાની માહિતી છે. કુખ્યાત બુટલેગરો અંગેની બાતમી લાંબા સમયથી નિષ્ફ્ળ જતા આંતરિક તપાસમાં ભાંડો ફૂટ્યો હતો.


રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડ માટે રહો તૈયાર


હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમા ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું વધુ પ્રમાણ રહેશે. આગામી 5 દિવસને લઈ હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું, આગામી 5 દિવસ રાજ્યમાં તાપમાન સૂકું રહેશે. 48 કલાક તાપમાનમાં કોઈ બદલાવ નહીં થાય. આગામી બે દિવસ બાદ ઠંડી વધશે. બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન માં ઘટાડો થતા ઠંડી સામાન્ય વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીની અસર રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થશે. પવનને કારણે ઠંડી અનુભવાઇ શકે છે.


તીવ્ર ઠંડીનો સામનો કરી રહેલા ઉત્તર ભારતને રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કોલ્ડવેવની સ્થિતિમાં ઘટાડો થવાની આગાહી કરી છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનો અંદાજ છે. પરંતુ આ પછી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 જાન્યુઆરીની રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય વિસ્તારમાં પહોંચશે, જે 25 જાન્યુઆરી સુધી રહેશે. જેના કારણે 21 જાન્યુઆરીથી પહાડો પર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તે જ સમયે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, 23 થી 25 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ રાજ્યોમાં વરસાદ પડી શકે છે


પંજાબના કેટલાક વિસ્તારોમાં 22 જાન્યુઆરીએ હળવો વરસાદ જ્યારે 23 જાન્યુઆરીએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 અને 25 જાન્યુઆરીએ પણ વરસાદની સંભાવના છે. 22 જાન્યુઆરીએ દિલ્હી, ચંદીગઢ અને હરિયાણામાં વરસાદની સંભાવના છે. 23 અને 24 જાન્યુઆરીએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 25 જાન્યુઆરીએ પણ દૂરના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 23 જાન્યુઆરીએ કેટલાક વિસ્તારોમાં જ્યારે 24 જાન્યુઆરીએ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 24 અને 25 જાન્યુઆરીએ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 અને 20 જાન્યુઆરીએ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે અને તે પછી આગામી 3 દિવસ સુધી કોઈ ખાસ ફેરફાર થશે નહીં. ગુરુવારે (જાન્યુઆરી 19), ઉત્તર રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં શીત લહેરથી ગંભીર શીત લહેરની સ્થિતિ પ્રવર્તશે. તે જ સમયે, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તર મધ્ય પ્રદેશના વિવિધ ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિની સંભાવના છે અને તે પછી તે ઘટશે.