Gujarat Politics: આગામી રાજ્યસભાની ચૂંટણીને લઇને એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં ભાજપ એલર્ટ મૉડમાં આવી ગયુ છે, રાજ્યસભાની ચૂંટણીને લઇ ભાજપના ધારાસભ્યોને ગુજરાત ના છોડવા સૂચના આપી દેવાઇ છે. આગામી 26મી જુલાઇ સુધી રાજ્યના તમામ 156 ધારાસભ્યોએ ગુજરાતમાં જ રહેવા સૂચના આપવામાં આવી છે. 


રાજ્યમાં આગામી રાજ્યસભાની ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઔ આરંભી દીધી છે. તમામ 156 ધારાસભ્યોને 26મી જુલાઇ સુધી ગુજરાતમાં રહેવા પક્ષ તરફથી આદેશ અપાયો છે. અનિવાર્ય સંજોગોમાં બહાર જવાનું થાય એવા ધારાસભ્યોએ પક્ષમાં જાણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આગામી 24મી જુલાઈએ રોજ ગુજરાતની રાજ્યસભાની 3 બેઠક માટે છે રાજ્યસભાની ચૂંટણી યોજાવવાની છે. આગામી 7મી તારીખે મુખ્યમંત્રી, ભાજપ ગુજરાત અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી દિલ્હી જશે. 9મી તારીખે ગુજરાત ભાજપના પાર્લિયામેન્ટ્રી બૉર્ડની બેઠક મળશે. પાર્લિયામેન્ટ્રી બૉર્ડની બેઠકમાં ગુજરાત ભાજપ રાજ્યસભાના ઉમેદવારો નક્કી કરશે. નક્કી થયેલા નામો અંગે દિલ્હી ભાજપની રાષ્ટ્રીય પાર્લિયામેન્ટ્રી બૉર્ડમાં ચર્ચા થશે. આ વખતે ભાજપ તમામ ત્રણેય બેઠકો પર દમદાર ઉમેદવાર ઉતરી શકે છે. 


બંગાળ, ગુજરાત અને ગોવાની 10 રાજ્યસભા સીટ પર 24 જૂલાઈએ રાજ્યસભા ચૂંટણી


રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. જેમાં પશ્ચિમ બંગાળની 6, ગુજરાતની 3 અને ગોવાની 1 બેઠકનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાં ડોલા સેન, ડેરેક ઓબ્રાયન, પ્રદીપ ભટ્ટાચાર્ય, સુષ્મિતા દેવ, સુખેન્દુ શેખર રે અને શાંતા છેત્રીનો કાર્યકાળ 18 ઓગસ્ટે સમાપ્ત થશે. આ ઉપરાંત ગુજરાતમાં વિદેશ મંત્રી એસ જયશંકર, દિનેશ  અનાવાડિયા અને જુગલજી ઠાકોરનો કાર્યકાળ પણ 18 ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે. ગોવામાં વિનય તેંડુલકરનો કાર્યકાળ 28 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.


રાજ્યસભાની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ


ચૂંટણીનું જાહેરનામું 6 જુલાઈએ બહાર પાડવામાં આવશે. નોમિનેશનની છેલ્લી તારીખ 13 જુલાઈ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 જુલાઈ રહેશે. 24 જુલાઈના રોજ મતદાન અને મતગણતરી થશે.


એક બેઠક પર પેટાચૂંટણી


ચૂંટણી પંચ (EC) એ પશ્ચિમ બંગાળની એક બેઠક માટે પેટાચૂંટણી માટે સમાન શેડ્યૂલની પણ જાહેરાત કરી હતી, જે 11 એપ્રિલે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ લુઇઝિન્હો જોકિમ ફાલેરોના રાજીનામાને પગલે ખાલી પડી હતી. તેમનો કાર્યકાળ 2 એપ્રિલ, 2026 સુધી માન્ય હતો. 


ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે યોજાશે ચૂંટણી


કેંદ્રીય ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે. ગુજરાતની 3 સહિત દેશમાં 10 બેઠકોની ચૂંટણી યોજાશે.  ગુજરાતમાં વિદેશમંત્રી એસ જયશંકર, સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયાની ટર્મ પૂરી થઈ રહી છે.  કેંદ્રીય ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે.  ગોવાની 1, ગુજરાતની 3 અને પશ્મિમ બંગાળની 6 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.  ગુજરાતમાં દિનેશ અનાવડિયા, જુગલજી ઠાકોર અને વિદેશમંત્રી એસ.જયશંકરની 18 ઓગસ્ટે  કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. 


ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો


ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે. જેમાંથી આઠ બેઠકો ભાજપના કબજામાં છે અને ત્રણ બેઠકો કૉંગ્રેસ પાસે છે. ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય એવા વિદેશ મંત્રી એસ જયશંકર સહિત ત્રણ સભ્યોનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાવા લાગ્યું છે. હવે ચર્ચા એ છે કે આ વખતે રાજ્યમાં ખાલી પડેલી ત્રણ બેઠકોમાંથી કોને રીપિટ કરવામાં આવશે અને કોને બહાર મોકલવામાં આવશે.  વિદેશ મંત્રી એસ જયશંકરને ગુજરાતમાંથી ફરી રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી પૂરે પૂરી સંભાવના છે.


રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી


રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે.  તેમાં સંપૂર્ણ રીતે ભાજપનો દબદબો જોવા મળશે.  કારણ કે વિધાનસભામાં કૉંગ્રેસની નબળી સ્થિતિમાં ત્રણેય બેઠકો પર ફરીથી ભાજપની જીત નિશ્ચિત છે. આ સ્થિતિમાં પાર્ટી વિદેશ મંત્રી એસ જયશંકરને ફરીથી રાજ્યસભા મોકલશે તેવી ચર્ચા છે. 


 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial