Gujarat Politics: ડાંગ જિલ્લા ભાજપ સંગઠનમાં ત્રીજું રાજીનામું પડ્યું છે. લઘુમતી મોરચાના મહામંત્રી આસીફ શાહે રાજીનામું આપ્યું છે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પત્ર લખી સંગઠનમાં ચાલતા આંતરિક જૂથવાદના કારણે રાજીખુશીથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. છેલ્લા બે દિવસમાં ડાંગ જિલ્લા સંગઠનમાં ત્રીજા હોદ્દેદારે રાજીનામું આપતા ભાજપમાં હડકંપ જેવી સ્થિતિ છે. આ પહેલા જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવાર અને આહવા મંડળના પ્રમુખ સંજય વ્યવહારે રાજીનામું આપ્યું હતું. આગામી દિવસમાં વધુ રાજીનામા પડે એવી ડાંગ ભાજપમાં ચર્ચા થઈ રહી છે.


ડાંગમાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ, જિલ્લા પ્રમુખ બાદ વધુ એક નેતાએ આપ્યું રાજીનામું


ડાંગ જિલ્લામાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારના રાજીનામાં બાદ વધુ એક રાજીનામું પડ્યું છે. આહવા મંડળ પ્રમુખ સંજયભાઈ ડી વ્યવહારેએ પોતાના પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને એમના લેટરપેડ ઉપર રાજીનામું મોકલ્યું છે. છેલ્લા ઘણા દિવસથી ડાંગ ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પાખ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. અન્ય હોદ્દેદારો પણ રાજીનામાં આપે એવી શક્યતા છે. 


રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા પથી ભાજપના સંગઠનમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે. અમુક જિલ્લાઓમાં પાર્ટી સંગઠનના પ્રમુખો સ્વૈચ્છિક રાજીનામા આપી રહ્યા છે.ડાંગ જિલ્લામાં ભાજપને ઉભી કરનાર અને પાર્ટી માટે મહત્વનું યોગદાન આપનાર ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમનું રાજીનામું અધ્યક્ષ સી આર પાટીલને મોકલ્યું હતું. તેમણે પત્ર લખીને સ્વેચ્છાએ રાજીનામું આપતા હોવાનું જણાવ્યું હતું. જોકે ઘણા દિવસોથી ડાંગ ભાજપી આગેવાનોમાં પ્રમુખ પ્રત્યે નારાજગી જોવા મળી હતી. ડાંગ ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણને લઈ રાજીનામું આપ્યું હતું.


રાહુલ ગાંધી આજે સુરતની સેશન્સ કોર્ટમાં કરશે અપીલ


કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને તાજેતરમાં સુરત કોર્ટે માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ લોકસભાના સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ સોમવારે આ સજા વિરુદ્ધ ગુજરાતની સુરત કોર્ટમાં જઈ શકે છે. અહીં તે પોતાની સજા વિરુદ્ધ અરજી દાખલ કરશે અને કોર્ટના નિર્ણયને પડકારશે. તેમની અરજીમાં, ગાંધી કોર્ટને 'મોદી અટક' કેસમાં દોષિત ઠેરવતા મેજિસ્ટ્રેટના આદેશને બાજુ પર રાખવા માટે કહે તેવી અપેક્ષા છે. આજે સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધીના વકીલો અપીલ કરશે. રાહુલ ગાંધીના નિષ્ણાત વકીલોની ટીમ સુરત પહોંચી ચુકી છે. દિલ્હીના નિષ્ણાત વકીલો જ સમગ્ર કેસ પર નજર રાખશે. આજે ખુદ રાહુલ ગાંધી પણ સુરત સેશન્સ કોર્ટમાં હાજરી આપશે. રાજસ્થાના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાઓ પણ સુરત પહોંચી ગયા છે.