Gujarat Politics: ગુજરાતમાં ભાજપે બે જિલ્લાનું સંગઠન વિખેરી નાંખ્યું છે. વડોદરા અને ખેડા જિલ્લાના મુખ્ય સંગઠનનું વિસર્જન કરવામાં આવ્યું છે. આ બંને જિલ્લાના પ્રમુખે રાજીનામા આપ્યા છે. બંને જિલ્લાના પ્રમુખે સ્વૈછિક રાજીનામા આપ્યા છે.




પતિએ મોબાઇલમાં જોયો અશ્લીલ વીડિયો, પછી પત્ની સાથે કર્યું એવું કે......


ડાયમંડ નગરી સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કતારગામ વિસ્તારની ધ્રુવતારક સોસાટીમાં અશ્લીલ વીડિયો પત્નીના મોતનું કારણ બન્યો. પતિ-પત્ની વચ્ચે ઘરેલું કંકાસમાં પતિએ પત્નીને જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી હતી. પત્નીનું સારવારમાં મોત થયું હતું. કંકાસની રાત્રે દંપત્તિએ આઇસક્રીમ ખાધો હતો. સવારે ફરી કંકાસ શરૂ થતાં પતિએ પત્નીને ટર્પેન્ટાઈન જેવો જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી હતી.


કિશોર પટેલ અને કાજલ મિશ્રાના લગ્ન 10 મહિના પહેલા જ થયા હતા .કિશોર રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો. મૃતક કાજલ પટેલ મૂળ મુંબઈની રહેવાસી હતી. અશ્લીલ વીડિયો બંને વચ્ચે કંકાસનું કારણ બન્યા હતા. પતિ કિશોર રાત્રે મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતો હતો જેના કારણે ઝઘડો થયો હતો. ચોક બજાર પોલીસે કરી આરોપી પતિ કિશોરની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.  


10 મહિના પહેલા જ થયા હતા લગ્ન


કતારગામમાં ધ્રુવતારક સોસાયટી ખાતે રહેતા કાજલબેન કિશોરભાઇ પટેલ (25)ને ગઈકાલે બપોરે ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં પતિ કિશોર સ્મીમેર હોસ્પિટલ લઇ ગયો હતો. સ્મીમેરમાં પત્નીએ ખુદ ટર્પેન્ટાઈન છાંટ્યું હોવાનું પતિ કિશોરે લખાવ્યું હતું. જોકે, ચોકબજાર પોલીસે હોસ્પિટલ પહોંચી કાજલબેનનું નિવેદન લેતા ચોંકાવનારો ખુલાસો થયો હતો.  મૂળ મુંબઇની વતની કાજલે 10 માસ પહેલાં બનાસકાંઠા-પાલનપુરના કિશોર સાથે લગ્ન કર્યા હતા. પતિ-પત્ની વચ્ચે વારંવાર નાની-નાની બાબતે ઝઘડા થતા હતા. રિસાઇને કાજલબેન બે વખત પિયર પણ રહેવા ચાલ્યા ગયા હતા.


અશ્લીલ વીડિયો જોયા બાદ શરીર સંબંધ બાંધવા મુદ્દે થઈ હતી તકરાર


ગત તા.૧૯મીએ સાંજે પણ તેઓ વચ્ચે રસોઇ બાબતે તકરાર થઇ હતી. ત્યારબાદ રાત્રે શરીર સંબંધ બાંધવા બાબતે પણ તેઓ વચ્ચે ચકમક ઝરી હતી.પતિ કિશોરને રાત્રે અશ્લીલ વીડિયો જોતા કાજલે રોક્યો હતો. સોમવારે સવારે કાજલબેનને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. પતિને દવાખાને લઇ જવાની વાત કરી તો તેણે ઝઘડો કરી બાથરૂમમાં પડેલું ટર્પેન્ટાઈન જેવું પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હતી. ચોકબજાર પોલીસે હત્યાની ગુનો નોંધી પતિ કિશોરની ધરપકડ કરી હતી.