Congress Gujarat Visit: ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો એક્ટિવ થઇ ગયા છે. ગોપાલ ઇટાલિયાની વિધાનસભા જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક્ટિવ છે, તો વળી, હવે કોંગ્રેસ પણ દિલ્હી નેતૃત્વના સહારે ગુજરાતમાં પકડ બનાવવા ગ્રાઉન્ડ પર આવી છે. તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની કમાન અમિત ચાવડાને સોંપાયા બાદ આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. રાહુલ ગાંધી આણંદ પહોંચ્યા છે.

આજે આણંદમાં આવેલા રાહુલ ગાંધીએ આગામી ચૂંટણીને લઇને નવી રણનીતિ ઘડી છે. ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી મજબૂત કરવા રાહુલ ગાંધીએ કોંગ્રેસી નેતાઓ સાથે બેઠક કરી હતી, જેમાં તેમને ચૂંટણીને લઇને મોટી જાહેરાત કરતા જણાવ્યુ કે, હવે કોઇપણ ચૂંટણીમાં પ્રદેશના નેતા ટિકીટ અંગે નિર્ણય નહીં કરી શકે. જિલ્લા અને શહેર પ્રમુખો ટિકીટ કોને આપવી તે અંગે નિર્ણય કરશે.

આજે રાહુલ ગાંધીએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખો, શહેર-જિલ્લા પ્રદેશ પ્રમુખ સહિતના મોટા નેતાઓ સાથે ચિંતન શિબિર યોજી હતી, આ બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી બેઠી કઇ રીતે કરવી તે અંગે ખાસ રણનીતિ ઘડવામાં આવી હતી. રાહુલ ગાંધી ચાર મહિનામાં ચોથીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈ કોંગ્રેસમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, તે પ્રમાણે, હવે કોઈપણ ચૂંટણીમાં પ્રદેશના નેતા ટિકિટ અંગે કોઇ નિર્ણય નહીં કરે. આ વાતની જાહેરાત આજે આણંદમાં આવેલા રાહુલ ગાંધીએ જિલ્લા પ્રમુખો સાથેની બેઠકમાં કરી છે. રાહુલ ગાંધીએ જાહેરાત કરતાં જણાવ્યુ કે, જિલ્લા અને શહેર પ્રમુખો ટિકિટ કોણે આપવી તે નક્કી કરશે. જિલ્લા કે શહેર પ્રમુખ ના પાડે તો તે ઉમેદવારને ટિકિટ નહી જ મળે, જિલ્લા કે શહેર પ્રમુખની સહમતિથી જ ઉમેદવાર નક્કી થશે. રાહુલ ગાંધીનો આ ગુજરાત કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ ચૂંટણી સંદેશો છે. આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ જણાવ્યુ કે, જે પણ નિર્ણય હોય તે સંગઠનના અભિપ્રાયને મહત્વ આપશે. ચૂંટણી લક્ષી નિર્ણયો સંગઠનના અભિપ્રાય પ્રમાણે જ થશે. આવનારા દિવસોમા જિલ્લા પ્રમુખોની લાંબી બેઠકો થશે. 

ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસને બેઠુ કરવા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતતે પહોંચ્યા છે. આજે આણંદ ખાતે નવનિયુકત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત કરશે. રાહુલ ગાંધી આણંદ પહોંચ્યા છે, અને આણંદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની ચિંતન શિબિરને ખુલ્લી મુકશે. રાહુલ ગાંધી માત્ર જિલ્લા-શહેર પ્રમુખો સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરશે. જિલ્લા-શહેર પ્રમુખો, પ્રદેશ પ્રમુખ, વિધાનસભાના નેતાને જવાબદારી સમજાવશે. કોંગ્રેસની વિચારધારા, બુથ મેનેજમેન્ટના પાઠ પણ ભણાવશે. જિલ્લા-તાલુકા, શહેર સમિતિને કેવી રીતે મજબૂત કરવી તેની રણનીતિ શીખવશે. ક્યાં મુદ્દા કેવી રીતે ઉઠાવી લોકોને કોંગ્રેસમાં જોડવા તે અંગે માર્ગદર્શન આપશે. રાહુલ ગાંધી દૂધ ઉત્પાદકો સાથે પણ બેઠક કરશે. દૂધ ઉત્પાદકોની સમસ્યા જાણવા રાહુલ આણંદમાં પહોંચ્યા છે. હાલમાં વિવિધ ડેરીમાં થયેલા વિવાદો અંગે પણ રાહુલ ગાંધી ચર્ચા કરશે. પશુપાલકોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી આંદોલનાત્મક કાર્યક્રમની ચર્ચા કરશે. 

ગુજરાત કોંગ્રેસ સંગઠન સર્જન અભિયાન હેઠળ રાહુલ ગાંધી પુનઃ ગુજરાતમાં આવ્યા છે. કોંગ્રેસના રેસના ઘોડાઓ માટે 26 થી 28 જુલાઈ દરમ્યાન કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયુ છે. જેમાં શિબિરના પ્રથમ દિવસે કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભા વિપક્ષી નેતા રાહુલ ગાંધી પુનઃ ગુજરાત મુલાકાતે છે. બંને નેતા આજે આણંદમાં ગુજરાતના જિલ્લા અને શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખો સાથે સંવાદ કરશે. વડોદરા એરપોર્ટ પર આવ્યા બાદ 11 વાગે આણંદના ખાનગી રિસોર્ટમાં કાર્યક્રમ યોજાશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી , પ્રદેશ પ્રમુખ સહીત ગુજરાત કોંગ્રેસના આમંત્રિત નેતાઓ તેમાં ઉપસ્થિત રહેશે. કોંગ્રેસી નેતાઓ સાથે બેઠક બાદ અન્ય કાર્યક્રમ યોજાશે. તો રાહુલ ગાંધી બપોરે 3 કલાકે દૂધ સંઘના સભાસદો સાથે પણ બેઠક કરશે. 

રાહુલ ગાંધી આજે આણંદના નિજાનંદ રિસોર્ટ ખાતે 33 જિલ્લાના નવા વરાયેલા પ્રમુખો અને શહેર પ્રમુખોના તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જિલ્લા અને શહેર પ્રમુખોની તાલીમ સેશનને સંબોધશે. તેમજ પશુ પાલકો સાથે સંવાદ કરશે. જેને લઇને આજે નિજાનંદ રિસોર્ટ ખાતે પોલીસ દ્વારા સુરક્ષાને લઈને ગઈકાલે રિહર્સલ કર્યું હતું. તેમજ કોંગ્રેસના નેતાઓ દ્વારા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને નિજાનંદ રિસોર્ટ ખાતે પોલીસ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.