Gujarat Weather Update:  રાજ્યમાં અમુક જિલ્લામાં હીટ વેવની (heat wave) આગાહી તો અમુકમાં વરસાદની આગાહીઆપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બે દિવસ સુધી ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.  બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. ગુજરાતમાં હવામાન વિભાગની (Gujarat Weather) આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્ર (Saurashtra) અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.

બનાસકાંઠામાં આજે બપોર બાદ કરા સાથે વરસાદ શરૂ થયો હતો.  યાત્રાધામ અંબાજીમાં વરસાદ શરૂ થયો છે. આજે બપોર બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો. વરસાદને પગલે રોડ પર પાણી ભરાતા  અંબાજી આવતા ભક્તોને ચાલવામાં  મુશ્કેલી પડી હતી. યાત્રાધામ અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. ભર ઉનાળે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.


હવામાનની આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. સતત ત્રીજા દિવસે કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો. ભચાઉ, નખત્રાણા, અબડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. વીજળીના કડાકા સાથે વરસાદ કેરીના પાકને નુકશાની ભીતિ. કમોસમી વરસાદના કારણે ગરમીમાં રાહત મળી.





પોરબંદરના બરડા પંથકમાં વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમી બાદ અડવાણા સહિત આસપાસ ગામે સામાન્ય પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો છે. પોરબંદરના મોઢવાડા, કીંદરખેડા, બગવગર સહિત ના બરડા પંથક મા વરસાદી છાંટા તથા અમુક જગ્યાએ વરસાદ શરૂ થયો છે. મગ,તલ,ચોળી સહિતના પાકને નુકસાનની ભીતિ છે.


જૂનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી હળવો વરસાદ. શહેરના આઝાદ ચોક,, માંગનાથ રોડ,, વણઝારી ચોકમાં પડ્યો ધીમી ધારે વરસાદ. અસહ્ય બફારાથી લોકોને મળી રાહત.


હવામાન ખાતાની આગાહી મુજબ દ્વારકા જિલ્લામાં પણ વરસાદનું આગમન. ભાણવડ તાલુકાના રોજળા, હાથલા,ગળુ, રાણપર તેમજ ભાણવડ શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. સવારથી અહસ્ય ગરમી સાથે વાદળ છાયું વાતાવરણ બાદ ધીમીધારે વરસાદ શરૂ. વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી.




સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં લીંબડી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં તેમજ ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ. શિયાણી .પનાળા .જાંબુ. ચુડા ચાચકા. જોબાળા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ. હવામાન વિભાગની આગાહીને પગલે વાતવરણમાં આવ્યો છે પલટો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ કમોસમી વરસાદના આગમનથી લોકોએ ગરમીથી રાહત અનુભવી. ખેડૂતોમાં કમોસમી વરસાદને પગલે ચિંતા જોવા મળી.