Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યના 8 તાલુકામાં સાડા ચારથી પોણા આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે રાજ્યના 193 રોડ રસ્તાઓ બંધ કરાયા હતા. ભારે વરસાદના કારણે સ્ટેટ, નેશનલ, પંચાયત અને R&Bના 193 રસ્તાઓ બંધ કરાયા હતા. જ્યારે એસટીની પણ 194 ટ્રીપો રદ્દ કરાઇ હતી.
રાજ્યમાં બે દિવસમાં ભારે વરસાદના કારણે 193 રોડ- રસ્તા બંધ થયા છે. સૌથી વધુ રસ્તાઓ ભાવનગર જિલ્લામાં બંધ કરાયા હતા. 12 સ્ટેટ હાઈવે, એક નેશનલ હાઈવે, પંચાયત હસ્તકના 147 માર્ગ અને અન્ય 33 રોડ રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો
વરસાદના કારણે 18 લોકોના મોત
રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. વરસાદને લઈ અલગ અલગ દુર્ઘટનામાં 18ના મોત થયા છે. 36 કલાકમાં પ્રશાસને 109 લોકોને બચાવ્યા હતા. તે સિવાય 120 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. 12953 ગામોમાં વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો હતો. 1 નેશનલ હાઈવે સહિત કુલ 134 માર્ગો પર વાહન વ્યવહાર ઠપ થયો હતો. સુરેંદ્રનગરના વઢવાણમાં 46 લોકોનું સ્થળાંતર કરાયું હતું. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બોટાદમાં ખેતરમાં ફસાયેલા 18 ખેત મજૂરોને પણ બચાવાયા હતા. ખેતમજૂરો ગઢડાના પીપળીયા ગામે વાડી વિસ્તારમાં ફસાયા હતા. NDRFની ટીમે 18 લોકોને બચાવ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં વરસાદ
બોટાદના બરવાળામાં પોણા આઠ ઈંચ, સુરેન્દ્રનગરના સાયલામાં સવા છ ઈંચ, બોટાદ તાલુકામાં સાડા પાંચ ઈંચ, સુરેન્દ્રનગરના મુળીમાં સાડા પાંચ ઈંચ, જામનગરના જોડીયામાં સાડા પાંચ ઈંચ, ભાવનગરના ઉમરાળામાં પાંચ ઈંચ, સુરેન્દ્રનગરના થાનગઢમાં પાંચ ઈંચ, ભાવનગરના વલ્લભીપુરમાં સવા ચાર ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં ચાર ઈંચ, બોટાદના રાણપુરમાં પોણા ચાર ઈંચ, કચ્છના ગાંધીધામમાં સાડા ત્રણ ઈંચ, બનાસકાંઠાના દિયોદરમાં સાડા ત્રણ ઈંચ, અમદાવાદના ધંધુકામાં સાડા ત્રણ ઈંચ, આણંદના બોરસદમાં સવા ત્રણ ઈંચ, કચ્છના અંજારમાં ત્રણ ઈંચ, આણંદના પેટલાદમાં ત્રણ ઈંચ, કચ્છના નખત્રાણામાં ત્રણ ઈંચ, આણંદના ખંભાતમાં ત્રણ ઈંચ, મોરબીના માળીયામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
તે સિવાય અમદાવાદના ધોલેરામાં અઢી ઈંચ, ભાવનગરના સિહોરમાં અઢી ઈંચ, આણંદ તાલુકામાં સવા બે ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં સવા બે ઈંચ, અમદાવાદના દસક્રોઈમાં સવા બે ઈંચ, મોરબી તાલુકામાં સવા બે ઈંચ, ચોટીલા, વઢવાણમાં સવા બે ઈંચ, ભચાઉ, વાંકાનેરમાં સવા બે ઈંચ, કલ્યાણપુર, તારાપુરમાં બે બે ઈંચ, અબડાસા, ભૂજ, રાપરમાં પોણા બે ઈંચ, જામનગર, દ્વારકામાં પોણા બે ઈંચ, પાટણ ખંભાળીયામાં પોણા બે ઈંચ, જૂનાગઢના માંગરોળમાં પોણા બે ઈંચ, વલસાડના ઉમરગામમાં પોણા બે ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં પોણા બે ઈંચ, 30 તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.