Gujarat Rain Update: ગુજરાતમાં ચારેકોર મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયા તો મોટી સંખ્યામાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સંઘપ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દમણમાં 9 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
છેલ્લી મોડી રાતથી બપોર સુધી 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી દમણના જાહેર રસ્તાઓ પર પાણી ભરાયાં છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ સાથે ઘરોમાં પણ પાણી ભરાયાં છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાને કારણે તંત્ર પણ દોડતુ થયું છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સૌથી વધુ વરસાદ વાપીમાં પડ્યો છે. જેના કારણે વાપીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. વાપી નગરપાલિકાની 14થી વધુ ટીમો પાણી નિકાલના કામે લાગી છે. ભારે વરસાદને લઈને જિલ્લામાં 10 રસ્તાઓ બંધ કરાયા છે. ભારે વરસાદની આગાહીને પગલે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.
જૂનાગઢ જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા છે. ભારે વરસાદને પગેલ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ઉભી થઈ છે. આજે બપોરે 12 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે જેમાં જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યા જેવો ઘાટ ઘડાયો છે. આવો જાણીએ બપોરે 12 કલાક સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે. આ તમામ આંકડા છેલ્લા છ કલાકના છે
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial