gujarat rain forecast: ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જામ્યું છે ત્યારે હવામાન વિભાગ (IMD) દ્વારા આજે 15 જુલાઈ 2026ના રોજ સાંજે 4:00 વાગ્યે આગામી 3 કલાક માટેનું તાજું અનુમાન (Nowcast) જાહેર કરવામાં આવ્યું છે. સાંજે 4:00 થી રાત્રે 7:00 વાગ્યા સુધીના આ પૂર્વાનુમાન મુજબ, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે મધ્યમથી હળવો વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગે વરસાદની તીવ્રતાને ધ્યાનમાં રાખીને અલગ-અલગ જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કર્યા છે.

Continues below advertisement

આ 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, મધ્યમ વરસાદની ચેતવણી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 કલાકમાં ગુજરાતના 8 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ 5 થી 15 મીમી પ્રતિ કલાકની ઝડપે મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં હળવી ગાજવીજ સાથે પવનના ઝાપટાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચી શકે છે, જ્યારે વાદળથી જમીન પર વીજળી પડવાની સંભાવના 30% થી ઓછી દર્શાવવામાં આવી છે.

Continues below advertisement

અમદાવાદ અને રાજકોટ સહિત 22 જિલ્લામાં યલો એલર્ટ

બીજી તરફ, રાજ્યના મોટાભાગના અન્ય વિસ્તારોમાં 5 મીમી પ્રતિ કલાકથી ઓછી તીવ્રતા ધરાવતો હળવો વરસાદ પડી શકે છે, જેના કારણે આ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ યાદીમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં પણ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાશે અને હળવી ગાજવીજ જોવા મળશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!

સંભવિત અસરો અને સાવચેતીના પગલાં

વરસાદની આ આગાહી વચ્ચે હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની, ટ્રાફિક જામ થવાની તેમજ નબળાં બાંધકામો કે હોર્ડિંગ્સ પડી જવાની શક્યતાઓ રહેલી છે. આથી, લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને હવામાનની પળેપળની લાઈવ અપડેટ્સ માટે વિભાગની સત્તાવાર વેબસાઈટ જોતા રહેવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...