Rain Forecast:હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં આગામી 3થી 4 દિવસ કેટલાક વિસ્તારમાં છૂટછવાયા વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ ગુજરાતમાં મધ્યમ છૂટછવાયો વરસાદ વરસશે. 2 ઓક્ટોબર બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે.
આગામી 3 દિવસ ગુજરાતમાં ક્યાં વિસ્તારમાં વરસાદની વધુ શક્યતા છે? તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ બાદ પણ પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે.
રાજ્યમાં હજુ 3 વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના મતે 3 ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના વ્યકત કરાઈ છે.. હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે અને રાજ્યના સમગ્ર દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે..હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.... તો જામનગર, અમરેલી અને કચ્છમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ અપાયું છે..
આગામી ત્રણ કલાક રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન
હવામાન વિભાગે ત્રણ કલાક માટે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. દેવભૂમિ દ્વારકામાં પવન સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે. પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકની રહેવાની આગાહી છે. કચ્છ, જૂનાગઢ, પોરબંદરમાં હળવા વરસાદનું અનુમાન છે. જામનગર, મોરબી, રાજકોટમાં હળવા વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારીમાં હળવા વરસાદનું અનુમાન છે. વલસાડ, દમણ-દાદરાનગર હવેલી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદમાં હળવા વરસાદનું અનુમાન છે.છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં હળવા વરસાદની આગાહી કરવાાં આવી છે,
વરસાદના વિઘ્નના કારણે અનેક ગરબા આયોજન રદ
નોરતા દરમિયાન આ વર્ષે વરસાદ આવતાં ગરબાના રંગમાં ભંગ પડ્યો છે , કેટલાક શહેરમાં આરતી બાદ ગરબા રદ કરાયા હતા. વરસાદ વિઘ્નરૂપ બનતાં એસી ડોમમાં ખેલૈયાો ધસારો વધ્યો છે. હજુ પણ 3 દિવસ વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.