Gujarat Weather And Rain News: મે મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે, ગુજરાતમાં ઉનાળો એકબાજુ અંત તરફ છે. બીજીબાજુ દક્ષિણ ભારતમાં ચોમાસું પણ બેસી ગયું છે. આજે પણ 25થી વધુ જિલ્લામાં વરસાદી કહેર જોવા મળી શકે છે. આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની સાથે સાથે હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે, આગામી એક કલાક ગુજરાતમાં ફરી એકવાર તોફાની વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આગાહી પ્રમાણે, મોટા ભાગના જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસશે, જેમાં અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચમાં ગાજવીજ અને પવન સાથે મધ્યમ વરસાદ પડી શેક છે. વડોદરા, નર્મદા, છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદમાં 5 થી 15 કિમી પવન સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે. આ ઉપરાંત ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, સુરત, તાપી, ડાંગ તેમજ નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે 29 મે 2025, ગુરુવારના દિવસે દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં આજે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા સેવી છે.
અમદાવાદમાં આજે ગુરુવારે વહેલી સવારે વરસાદ પડ્યો હતો. શહેરના મોટા ભાગમાં સારો વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પૂર્વ અને પશ્વિમ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પશ્વિમ વિસ્તારોની વાત કરીએ તો એસજી હાઈવે, વસ્ત્રાપુર, ગોતા, સોલા, ઘાટલોડિયા, બોપલ, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.