Gujarat Rain Forecast: ગુજરાતમાં હજુ પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત રહેવાની છે. હવામાન વિભાગની (IMD) લેટેસ્ટ આગાહી મુજબ, રાજ્ય પર અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત ખેડા અને સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આવતીકાલ માટે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આ આગાહીને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

Continues below advertisement

આ કારણોસર ગુજરાતમાં જામ્યો છે વરસાદી માહોલ

તમને થતું હશે કે આટલો બધો વરસાદ કેમ પડી રહ્યો છે? તો તમને જણાવી દઈએ કે, હાલમાં લો પ્રેશર સિસ્ટમ, મોનસૂન ટ્રફ, એક અન્ય ટ્રફ લાઈન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેના પર બનેલા એક ટ્રફ એમ કુલ મળીને મજબૂત સિસ્ટમ્સ સક્રિય છે. આ જ કારણોસર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Continues below advertisement

આજના (Today) એલર્ટની સ્થિતિ

આજે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની સાથે-સાથે મધ્ય ગુજરાતના ખેડા અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે, જેને પગલે અહી 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે.

આ ઉપરાંત, કચ્છની સાથે સૌરાષ્ટ્રના 4, મધ્ય ગુજરાતના 6 અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં વરસાદનું 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના અન્ય બાકી રહેલા જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' જારી કરાયું છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

આવતીકાલની (26 જુલાઈ) આગાહી: ક્યાં કયું એલર્ટ?

આવતીકાલે પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદનું જોર જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા 26 જુલાઈ માટે જાહેર કરાયેલા એલર્ટનું લિસ્ટ નીચે મુજબ છે:

આવતીકાલે આ જિલ્લાઓમાં રહેશે ઓરેન્જ એલર્ટ (Orange Alert):

વાવ-થરાદ

બનાસકાંઠા

મહેસાણા

સાબરકાંઠા

અરવલ્લી

મહીસાગર

દાહોદ

ભાવનગર

આવતીકાલે આ વિસ્તારોમાં રહેશે યલો એલર્ટ (Yellow Alert):

પાટણ

ગાંધીનગર

અમદાવાદ

ખેડા

પંચમહાલ

આણંદ

વડોદરા

અમરેલી

બોટાદ

ભરૂચ

સુરત

નવસારી

વલસાડ

સંઘ પ્રદેશ દમણ

દાદરા નગર હવેલી

આ પણ વાંચોઃ 26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!