Gujarat Heavy Rain Forecast: ગુજરાતમાં મેઘરાજા હજુ પણ ખમૈયા કરવાના મૂડમાં નથી. બંગાળની ખાડીમાં એક નવું વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદની આશંકાને પગલે આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે અલગ-અલગ જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જારી કરી દીધું છે. બીજી તરફ, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી બે દિવસ વરસાદનું જોર ઘટ્યા બાદ 28 જુલાઈથી રાજ્યમાં વરસાદના વધુ એક ધમાકેદાર રાઉન્ડની આગાહી કરી છે, જેમાં ઓગસ્ટ મહિનામાં પણ અણધાર્યો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

Continues below advertisement

હવામાન વિભાગની આગાહી: ક્યાં અને ક્યારે પડશે વરસાદ?

હવામાન વિભાગના સત્તાવાર જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામશે:

Continues below advertisement

30 જુલાઈએ: છોટા ઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે.

1 ઓગસ્ટે: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

આ ઉપરાંત, નોંધનીય છે કે અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં સામાન્ય કરતા 45 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આ જિલ્લાઓમાં અપાયું યલો એલર્ટ:

આગામી બે દિવસ માટે રાજ્યમાં વરસાદી એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આજે: રાજ્યના કુલ 18 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

આવતીકાલે: રાજ્યના 11 જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના વાવ-થરાદ અને પાટણ; મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર; તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. આ સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

અંબાલાલ પટેલની આગાહી: 28 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ

બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને પોતાનું લેટેસ્ટ અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર:

આગામી 2 દિવસ: રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવન ફૂંકાવા સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.

28 થી 30 જુલાઈ: બંગાળના ઉપસાગરમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં 28 જુલાઈ બાદ વરસાદનું જોર ફરી વધશે. 28 થી 30 જુલાઈ વચ્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

ઓગસ્ટ મહિનો: ઓગસ્ટની શરૂઆતમાં જ રાજ્યમાં અણધાર્યો અને તોફાની વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા