Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 155 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ નવસારી તાલુકામાં નોંધાયો છે. અહીં 2.5 ઈચ વરસાદ પડ્યો છે. ક્યાં કેટલો પડ્યો વરસાદમહેસાણાના સતલાસણામાં 2.5 ઈચ વરસાદસાબરકાંઠાના વડાલીમાં 2 ઈચ જેટલો વરસાદસુરતના માંગરોળમાં 1.5 ઈચ વરસાદસુરતના માડવીમાં 1.5 ઈચ વરસાદસાબરકાંઠાના વિજયનગરમાં 1.5 ઈચ વરસાદમહિસાગરના વિરપુરમાં 1.5 ઈચ વરસાદતાપીના સોનગઢમાં 1.5 ઈચ વરસાદઅમરેલીના ખાંભામાં 1.5 ઈચ વરસાદવડોદરાના કરજણમાં 1.5 ઈચ વરસાદનવસારીના ગોધાવીમાં 1 ઈચથી વઘારે વરસાદ
અમદાવાદમાં વરસાદ ખેંચાયો
અમદાવાદમાં વરસાદ ખેંચાતાં લોકો ત્રસ્ત થયા છે. હજુ સુધી અમદાવાદ શહેરમાં 1.33 ઈંચ સાથે મોસમનો માત્ર 4.27 ટકા જ્યારે અમદાવાદ જિલ્લામાં બે ઈંચ સાથે મોસમનો માત્ર 7.39 ટકા વરસાદ નોંધાયો છે.
ગત વર્ષે 3 જુલાઇ સુધીમાં અમદાવાદ શહેરમાં 5.31 ઈંચ સાથે મોસમનો 16.98 ટકા અને અમદાવાદ જિલ્લામાં 4.૦1 ઈંચ સાથે મોસમનો 17.77 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ હજુ સુધી વરસાદનું પ્રમાણ ત્રણ ગણાથી પણ ઓછું છે. અમદાવાદ જિલ્લામાંથી અન્યત્ર બાવળામાં 1.85 ઈંચ સાથે 6.84 ટકા, દસ્ક્રોઇમાં ૦.78 ઈંચ સાથે 3.11 ટકા, દેત્રોજમાં ૦.૦7 ઈંચ સાથે ૦.33 ટકા, ધંધુકામાં 5.90 ઈંચ સાથે 20.71 ટકા, ધોલેરામાં 2.79 ઈંચ સાથે 10.19 ટકા, ધોળકામાં 3.66 ઈંચ સાથે 12.53 ટકા, માંડલમાં ૦.86 ઈંચ સાથે 4.21 ટકા, સાણંદમાં ૦.35 ઈંચ સાથે 1.12 ટકા અને વિરમગામમાં 2.36 ઈંચ સાથે 9.52 ટકા વરસાદ નોંધાયો છે.
1996થી 2021 પ્રમાણે અમદાવાદ જિલ્લામાં ચોમાસા દરમિયાન સરેરાશ 27 ઈંચ વરસાદ પડતો હોય છે. જોકે, આવનારા દિવસોમાં વરસાદ ગતિ પકડે તેમ હવામાન નિષ્ણાતોનું માનવું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં મંગળવારથી વરસાદનું પ્રભુત્વ વધવાની સંભાવના છે. વરસાદની સંભાવના મંગળવાર-બુધવારે 87, ગુરુવારે 94 ટકા, શુક્રવાર-શનિવારે 65 ટકા અને રવિવારે 71 ટકા છે.