Gujarat Rain Live Updates: સાબરકાંઠાના ઈડરમાં ડૂબતા યુવકનો વીડિયો વાયરલ, અન્ય બે યુવકોએ બચાવ્યો જીવ

હવામાન વિભાગ તરફથી  આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે

gujarati.abplive.com Last Updated: 11 Jul 2023 02:42 PM
સાબરકાંઠાના ઈડરમાં ડૂબતા યુવકનો વીડિયો વાયરલ 

સાબરકાંઠાના ઈડરમાં ડૂબતા યુવકનો વીડિયો વાયરલ  થયો હતો. ડિપ બ્રિજ પર પહેલા પાણીમાં યુવકનું રેસ્ક્યુ કરાયુ હતું. અન્ય બે યુવાનોએ યુવકને બચાવ્યો હતો. 

તાપી જિલ્લા અને તાલુકામાં સાર્વત્રિક વરસાદ

તાપી જિલ્લા અને તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. વાલોડ, વ્યારા, ડોલવણ, ઉચ્છલ, સોનગઢમાં  વરસાદ વરસ્યો હતો. તાપીના વાલોડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી કેટલાક ગ્રામ્ય વિસ્તારના રસ્તા બંધ કરાયા હતા. તાપી જિલ્લાના કુલ 13 માર્ગો બંધ કરી વૈકલ્પિક રસ્તા ચાલુ કરાયા  હતા. વાલોડ તાલુકામાં કુલ ચાર લો લેવલ કોઝ વે બંધ કરાયા હતા. 

નર્મદા ડેમની જળસપાટી વધી

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની જળસપાટી વધી હતી. નર્મદા ડેમમાં હાલ 41 હજાર 46 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમની જળસપાટી 123.49 મીટર પર પહોંચી હતી.  નર્મદા ડેમમાંથી હાલ પાંચ હજાર 320 ક્યુસેક પાણીની જાવક છે. 
------------------


 

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ  વરસ્યો હતો. બારડોલી, કામરેજ અને પલસાણા તાલુકામાં  વરસાદ વરસ્યો હતો. કામરેજના નવાગામ, ઉભેળ, કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. પલસાણા, કડોદરા, વરેલી, જોળવા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બારડોલીના ગાંધી કોલોનીના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 

મહીસાગર જિલ્લાના નદી-નાળા છલકાયા

સાર્વત્રિક વરસાદથી મહીસાગર જિલ્લાના નદી-નાળા છલકાયા હતા. ખાનપુરમાં વરસેલા વરસાદથી નરોડા ગામનું તળાવ છલોછલ થયુ હતું. તળાવ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. 

છોટા ઉદેપુરના બોડેલીમાં ભારે વરસાદ 

છોટા ઉદેપુરના બોડેલીમાં  ભારે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રામ નગર સોસાયટીના કેટલાક મકાનોમાં પાણી ભરાયા હતા. સાધનાનગર, ગોપાલ ટોકિઝ, બોડેલી બજારના રસ્તા પાણી પાણી થયા હતા.

ધોરાજીના છાડવાવદરમાં બે યુવાનો ડૂબ્યા

ધોરાજીના છાડવાવદરમાં બે યુવાનો ડૂબ્યા હતા. એક યુવાને વીજ પોલ પકડી લેતા તેનો બચાવ થયો હતો જ્યારે NDRFની ટીમે ભારે જહેમત બાદ અન્ય એક યુવાનનો  મૃતદેહ શોધી કાઢ્યો હતો. 
  

ભારે વરસાદથી અરવલ્લી જિલ્લાના ખેતરો જળબંબાકાર

ભારે વરસાદથી અરવલ્લી જિલ્લાના ખેતરો જળબંબાકાર થયા હતા. મોડાસા-શામળાજી હાઈવે પર ખેતરો બેટમાં ફેરવાયા હતા. ખેતરો બેટમાં ફેરવાતા મગફળી, સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો હતો. પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને નુકસાનની ભીતી છે.

રાજ્યના 37 જળાશયો હાઈએલર્ટ

રાજ્યના 37 જળાશયો હાઈએલર્ટ, 13 જળાશયો એલર્ટ પર છે. રાજ્યના 207 પૈકી 26 જળાશયો સંપૂર્ણ ભરાયા હતા.

બ્રેકગ્રાઉન્ડ

રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ તરફથી  આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત અને તાપીમાં મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં હળવા વરસાદની સંભાવના છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો છે. નવ તાલુકામાં દોઢ ઈંચથી વધુ અને 21 તાલુકામાં એકથી વધુ વરસાદ પડ્યો છે.



  •  સાબરકાંઠાના તલોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ

  •  અરવલ્લીના મોડાસામાં સાડા પાંચ ઈંચ વરસાદ

  •  મહીસાગરના લુણાવાડામાં સવા પાંચ ઈંચ વરસાદ

  •  મહીસાગરના વીરપુરમાં પાંચ ઈંચ વરસાદ  

  • મહીસાગરના સંતરામપુરમાં પાંચ ઈંચ વરસાદ

  •  રાજકોટના ઉપલેટામાં પોણા પાંચ ઈંચ વરસાદ

  •  અરવલ્લીના ધનસુરામાં સાડા ચાર ઈંચ વરસાદ

  •  જૂનાગઢના વિસાવદરમાં સવા ચાર ઈંચ વરસાદ

  •  બનાસકાંઠાના દાંતામાં સવા ચાર ઈંચ વરસાદ

  •  મહેસાણાના વિસનગરમાં સવા ચાર ઈંચ વરસાદ

  •  તાપીના ડોલવણમાં ચાર ઈંચ વરસાદ

  • વિજાપુર, પ્રાંતિજ, ખેરાલુમાં ચાર ચાર ઈંચ વરસાદ

  • વઘઈ, ઉમરપાડા, હિંમતનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

  • ચીખલી, બાયડ, માળીયા હાટીનામાં સાડા ત્રણ ઈંચ વરસાદ  

  • વાંસદા, ખેરગામમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ

  • સંખેડા, ગણદેવી, કેશોદમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

  • ઊંઝા, શહેરા, જાંબુઘોડામાં અઢી ઈંચ વરસાદ

  • આહવા, કડાણા, મેંદરડામાં સવા બે ઈંચ વરસાદ

  • મેઘરજ, ખેડબ્રહ્મા, નવસારી, સંજેલીમાં સવા બે ઈંચ વરસાદ

  • વિજયનગર, મહુવા, છોટા ઉદેપુરમાં સવા બે ઈંચ વરસાદ

  • વડનગર, માણસા, ખાનપુર, ક્વાંટમાં સવા બે ઈંચ વરસાદ

  • નડીયાદ, પાવી જેતપુર, બોરસદમાં બે બે ઈંચ વરસાદ

  • ખાંભા, ઉચ્છલ, સુબીરમાં પોણા બે ઈંચ વરસાદ

  • હાલોલ, વડાલી, જલાલપોરમાં પોણા બે  ઈંચ વરસાદ

  • જલાલપોર, માંડવી, બાલાસિનોરમાં પોણા બે ઈંચ વરસાદ

  • ગરબાડા, સોનગઢ, ગોધરામાં દોઢ ઈંચ વરસાદ

  • પાદરા, પેટલાદ બોડેલી, સતલાસણામાં દોઢ ઈંચ વરસાદ


રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ કેટલા ટકા વરસ્યો વરસાદ ?


રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 43.77 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 112.07 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 63.14 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 45.24 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 32.36 ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં 30.16 ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.