Gujarat Rain Live Updates: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Gujarat Rain Live Updates: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ હજુ પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે

gujarati.abplive.com Last Updated: 26 Aug 2024 05:31 PM
આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી.  રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે. મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે બેઠક કરી છે. તમામ જિલ્લાના કલેક્ટર્સ સાથે મુખ્યમંત્રીએ વાત કરી હતી.

મૂશળધાર વરસાદથી આણંદ જળબંબાકાર

મૂશળધાર વરસાદથી આણંદ જળબંબાકાર થયું છે. ધોધમાર વરસાદથી આણંદમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. આણંદની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. લોટીયા ભાગોર નજીક આવેલું લોટેશ્વર તળાવ ઓવરફ્લો થયું હતું. તળાવ ઓવરફ્લો થતાં તળાવના પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા. પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આણંદના નાપા ગામ પાસે દાંડી માર્ગ ધોવાયો હતો. સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. આણંદમાં આજે આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આણંદના બોરસદમાં આજે 10 ઈંચ, ખંભાતમાં આઠ ઈંચ, તારાપુરમાં સાડા સાત ઈંચ વરસાદ વરસ્યો હતો.

આણંદ જિલ્લામાં છ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો

આણંદ જિલ્લામાં છ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. આણંદના કલેક્ટરે ડિઝાસ્ટર કચેરીની મુલાકાત લીધી હતી. કંટ્રોલ રૂમની કામગીરીની સમીક્ષા કરી હતી. SDRFની એક ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.


 


 

અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરૂ

અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના નારોલ, નરોડા, સીટીએમ, નિકોલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં અનેક ઠેકાણે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. અમદાવાદના અનેક  અંડરપાસમાં પાણી ભરાયા હતા.


અમદાવાદના મકરબા વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. એસજી હાઈવે, એસપી રિંગ રોડ, સીજી રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તે સિવાય રાણીપ, વાડજ, ઠક્કરબાપાનગર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જમાલપુર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. શહેરની અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા.

વડોદરાના વાઘોડીયામાં જળબંબાકારની સ્થિતિ

વડોદરાના વાઘોડીયામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ગ્રીન પાર્ક, શિવ કૃપા સોસાયટીમાં પાણી ભરાયા હતા. પરિશ્રમ, આનંદ નગરી વિસ્તારમાં પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા ભરાયા હતા.

બીલીમોરા શહેર નજીકથી વહેતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો

બીલીમોરા શહેર નજીકથી વહેતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. 19 ફૂટ ભયજનક સપાટી ધરાવતી કાવેરી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. કાવેરીના જળસ્તર વધવાના કારણે ડુંગરી વલસાડ મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. 14 જેટલા ગામો પ્રભાવિત થયા છે. કાવેરી કાંઠાના ગામોમાં પાણી ભરાવાની શરૂઆત થતા લોકોની સમસ્યામાં વધારો થયો છે.

આણંદ શહેરમાં છેલ્લા 8 કલાકમાં 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

આણંદ શહેરમાં છેલ્લા 8 કલાકમાં 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. અનેક મકાનો પાણીમાં ગરકાવ થતા ઘરવખરીને નુકસાન થયું છે. બોરસદમાં આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો.

વડોદરાના પાદરામાં ધોધમાર વરસાદ

વડોદરાના પાદરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાદરાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. અટવાયેલા નાગરિકોની વ્હારે પોલીસ જવાનો અને સામાજિક આગેવાનો આવ્યા હતા.

અમદાવાદના પોશ વિસ્તારો પણ જળબંબાકાર

અમદાવાદના પોશ વિસ્તારો પણ જળબંબાકાર થયા હતા. શેલા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. સમત્વ બંગ્લોઝ વિસ્તારમાં પાણી ભરાયા હતા. AMCના પાપે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો હતો. અમદાવાદમાં ડ્રેનેજની કોઈ વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાયા હતા.

આણંદ શહેરમાં પણ વરસ્યો સાર્વત્રિક ધોધમાર વરસાદ 

આણંદ શહેરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ  વરસ્યો હતો. આણંદ શહેરમાં અત્યાર સુધીમાં છ ઈંચ વરસાદ વરસ્યો હતો. નાયા વતન સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.

મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો

મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે લુણાવાડા સંતરામપુર હાઇવે ઉપર ઉકરડી ગામ પાસે માર્ગ ધોવાયો હતો. ભારે પાણીના પ્રવાહના કારણે રસ્તાઓ પર ગાબડું પડ્યું હતું. મહીસાગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે ખેતરો પાણી પાણી થયા હતા.

ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી

ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીમાંથી 200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવે અસરગ્રસ્તો ની મુલાકાત લીધી હતી.


નર્મદા નદીના જળ સ્તરમાં સતત વધારો

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં સતત વધારો થયો હતો. નદીનું જળ સ્તર ભયજનક સપાટી 24 ફૂટને પહોંચ્યું છે. નીચાણવાળા ગામના લોકોનો એલર્ટ અપાયું છે. ભરૂચ જિલ્લાના 48 ગામોમાં એલર્ટ અપાયું છે. અંકલેશ્વરના 15, ભરૂચના 14 અને ઝઘડિયાના 19 ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Rain Live Updates:  હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ હજુ પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ ગુજરાત પર આવતા રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે.  હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ રાજસ્થાન અને ગુજરાત તરફ આગળ વધી રહી છે પરિણામ સ્વરૂપ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સોથી વધુ ખેરગામમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ



  •  છેલ્લા 24 કલાકમાં ખેરગામમાં 16 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ડાંગ-આહવામાં 11 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં કપરાડામાં 11 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં વઘઈમાં 10 ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં સાડા નવ ઈંચ વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં ડેડીયાપાડામાં સાડા નવ ઈંચ વરસાદ

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.