Gujarat Rain Live Updates: ભારે વરસાદથી ડાંગનો ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો

ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી

gujarati.abplive.com Last Updated: 07 Jul 2023 02:11 PM
પાટણમાં ભારે વરસાદથી જળબંબાકાર

પાટણમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. મળતી જાણકારી અનુસાર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. આજે પાટણમાં પણ ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કોલેજ પાસે આવેલ અંડર પાસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પરેશાન થયા હતા. તે સિવાય શહેરના આનંદ સરોવર વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા સોસાયટીના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા

આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ગુજરાત પર ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગે 9 જુલાઇ સુઘી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જો કે કેટલાક દરિયા કાંઠા વિસ્તારમાં ભારે વરસાદનો પણ અનુમાન છે. રાજ્યમાં ચોમાસાનું બીજા રાઉન્ટ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ 9 જુલાઇ સુધી વરસાદ વરસવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હજુ આગામી ત્રણ  દિવસ રાજ્યમાં વરસાદ પડશે. જો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગામી ત્રણ  દિવસ ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગે આપેલી તાજેતરની માહિતી મુજબ આગામી ત્રણ દિવસ જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, દીવ, અમરેલી,પોરબંદરમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 3થી4 દિવસ હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતાને લઇને 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે

મહેસાણા શહેર અને જિલ્લામાં ભારે વરસાદ

મહેસાણા શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં મહેસાણામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. મહેસાણાના જોટાણામાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે મહેસાણા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોઢેરા રોડ પર રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તે સિવાય શહેરના ગોપીનાળામાં પણ પાણી ભરાઇ ગયા હતા

ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો

ભારે વરસાદથી ડાંગનો ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હતો. ગીરા ધોધ વઘઇથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે સાપુતારા રોડ પર આવેલો છે. ગીરા ધોધ પ્રવાસીઓ માટે આકર્ષનું કેન્દ્ર બન્યો છે.

બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ભારે વરસાદ

બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો. ઈકબાલગઢ પંથકમાં ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. તે સિવાય બનાસકાંઠાના લાખણીમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી લાખણીના ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થયા હતા. ખેતરો બેટમાં ફેરવાયા હતા. બાજરી, જુવાર સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો હતો.

મેઘરજમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા

અરવલ્લીમાં  મેઘરજમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. મેઘરજની પીસીએન હાઈસ્કૂલમાં પાણી ભરાયા હતા.  શાળાનું મેદાન મોટું સરોવર બન્યું હતું. વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

મહેસાણાના  ગઢા ગામ વીજળી પડતા એક યુવાનનું મોત

મહેસાણાના  ગઢા ગામ વીજળી પડતા એક યુવાનનું મોત થયું હતું. ભારે ગાજવીજ વચ્ચે સાથે વહેલી સવારે વીજળી પડી હતી. ભેંસ દોહવા ગયેલા યુવાન પર વીજળી પડી હતી. કનીશ ચૌધરી  નામના યુવક પર વીજળી  પડતા ઘટનાસ્થળે તેનું મોત થયું હતું. 


 

આગામી 3 કલાકમાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ

દેશભરના કેટલાક રાજ્યોમાં અવિરત વરસાદને કારણે ભેજવાળી ગરમીમાંથી રાહત મળી છે. ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક જોરદાર વરસાદ પડી રહ્યો છે. તાપમાનમાં પણ ઘટાડો થયો છે. ત્યારે ગુજરાતમાં પણ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આગામી 3 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકની રહી શકે છે

રસ્તાઓ  જળબંબાકાર થયા

પાલનપુરમાં વરસેલા વરસાદથી રસ્તાઓ  જળબંબાકાર થયા હતા. આબુ રોડ-અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા હતા.  અંબાજી હાઈ વે સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.  હાઈવે પર પાણી ભરાતા વાહનોની  લાંબી કતારો લાગી હતી. 



બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો

બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો. ગઠામણ પાટીયા, સૂરમંદિર, બિહારી બાગમાં પાણી ભરાયા હતા.  મલાના પાટીયા, ધણીયાના ચોકડી સહિતના રોડ પર પાણી ભરાયા હતા. પાણી ભરાતા બિહારી બાગ પાસે ટ્રક ખાડામાં પલટી ગઇ હતી. 

બ્રેકગ્રાઉન્ડ

પાલનપુરઃ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી.  બનાસકાંઠાના લાખણી પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા હતા. તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી પાલનપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સુખબાગ રોડ, અમન પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી આઠથી દસ સોસાયટીમાં પાણી ભરાયા હતા. લાખણી, દાંતા અને દિયોદરમાં વરસાદ વરસ્યો હતો.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 157 તાલુકામાં વરસાદ


દેશભરના કેટલાક રાજ્યોમાં અવિરત વરસાદને કારણે ભેજવાળી ગરમીમાંથી રાહત મળી છે. ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક જોરદાર વરસાદ પડી રહ્યો છે. તાપમાનમાં પણ ઘટાડો થયો છે. ત્યારે ગુજરાતમાં પણ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 157 તાલુકામાં વરસાદ પડ્યો છે. આવો જાણીએ ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 157 તાલુકામાં વરસાદ


છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં 4 ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં પાટણના સરસ્વતીમાં 4 ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં પોરબંદર તાલુકામાં પોણા ચાર ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં મહેસાણાના વિજાપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કચ્છના મુન્દ્રામાં સાડા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના લાખણીમાં સવા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં સવા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના પાલનપુરમાં 3 ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કચ્છના ભૂજમાં ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં અરવલ્લીના મેઘરજમાં પોણા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં રાજકોટના જેતપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં સુરતના ચોર્યાસીમાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં રાજકોટના ધોરાજીમાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતામાં અઢી ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના માણાવદરમાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દિયોદરમાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં કચ્છના નખત્રાણામાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં મહેસાણાના ખેરાલૂમાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં મહેસાણાના વડનગરમાં સવા બે ઈંચ વરસાદ


છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વિસાવદરમાં બે ઈંચ વરસાદ


થરાદ, કાલાવડ, પાટણમાં બે બે ઈંચ વરસાદ


ખેડબ્રહ્મા, કોટડા સાંગાણીમાં પોણા બે ઈંચ વરસાદ


વડગામ, જામકંડોરણામાં પોણા બે ઈંચ વરસાદ


નેત્રંગ, ગોંડલ, ડીસામાં દોઢ દોઢ ઈંચ વરસાદ


ડીસા, પાલિતાણા, કપરાડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ


કાકરેજ, અમીરગઢ, ભાભરમાં દોઢ ઈંચ વરસાદ


દાંતિવાડા, કડાણા, સુઈગામમાં સવા સવા ઈંચ વરસાદ


વડીયા, વલસાડ, ધોલેરા, સિનોરમાં સવા સવા ઈંચ વરસાદ


ઉમરગામ, વિરમગામ, વાગરા, મેંદરડામાં એક એક ઈંચ વરસાદ


ધાનેરા, લોધિકા, ઝઘડીયા, માંડવી, વાંકાનેરમાં એક એક ઈંચ વરસાદ પડ્યો છે.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.