Gujarat Rain Live Updates: ભારે વરસાદથી જામનગરમાં જળબંબાકાર, બપોરે બાર વાગ્યા સુધીમાં સાત ઈંચ વરસાદ ખાબક્યો

નવસારી, કચ્છ, તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંજાર, ગાંધીધામ, આદિપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો

gujarati.abplive.com Last Updated: 30 Jun 2023 05:02 PM
અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. શહેરના થલતેજ, માનસી સર્કલ, સિંધુ ભવન રોડ , એસ જી હાઈવે, વસત્રાપુર , પ્રહલાદનગર , સોલા, બોપલ ,ગોતા અને સરખેજમાં  વરસાદ છે.

બરવાળા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદ

બરવાળા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદ શરૂ થયો છે. બરવાળા શહેરનાં તમામ વિસ્તારોમાં વરસાદ છે. તાલુકાના રોજીદ, ખમીદાણા, કાપડીયાળી, રામપરા, કુંડળ સહિતના ગામોમાં વરસાદ છે.  વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર છે.


.

જામનગર જિલ્લા પંચાયતમાં પાણી ભરાયા

જામનગર જિલ્લા પંચાયતમાં પાણી ભરાઇ ગયા હતા.  પંચાયત પરિસરમાં અને ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા આજે જામનગર જિલ્લા પંચાયતમાં ફરજિયાત રજા જેવો માહોલ સર્જાયો હતો. 

ડાંગમાં ભારે વરસાદ

ડાંગમાં ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતની નદીઓમાં પાણીની આવક થઇ ગઇ હતી. પૂર્ણા, અંબિકા, કાવેરી નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે. નદીઓ પરના પુલ પર પાણી ફરી વળ્યા હતા. આજના દિવસમાં ડાંગમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. સુરતમાં તાપી નદીનો કોઝ વે ગઈકાલથી જ બંધ કરાયો છે

જામનગર શહેરમાં જળબંબાકાર

ભારે વરસાદથી જામનગર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.  જામનગરમાં 12 વાગ્યા સુધીમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી જામનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા  હતા. જી.જી. હોસ્પિટલમાં પાણી ભરાયા હતા.  ગ્રાઉન્ડ ફ્લોર પર લોબીમાં પાણી ભરાયું હતું. દરેડ નજીક ખોડીયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. 

ડાંગમાં ગીરમાળ ધોધ વહેતો થયો હતો

નવસારીમાં કાર પાણીમાં ડૂબી ગઇ હતી

ડોસવાડા ડેમ ઓવર ફ્લો

તાપીના સોનગઢમાં આવેલ ડોસવાડા ડેમ ઓવર ફ્લો થયો છે. સીઝનમાં પહેલીવાર ડેમ ઓવર ફ્લો થયો હતો. 10 થી વધુ ગામોને એલર્ટ કરાયા હતા.

નવસારીના ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીમાં ઘોડાપૂર

નવસારીના ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. કાવેરી નદી કાંઠે આવેલ તડકેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થયું હતું. કાવેરી નદી કાંઠાના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. કાવેરી નદીની જળસપાટી સામાન્ય કરતા બે ફૂટ વધુ છે. કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે. ચીખલી-ગોલવાડને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો.

જૂનાગઢમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત

જૂનાગઢમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણા 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે જૂનાગઢના બામણાસા નજીક ઓજત નદીનો પાળો તૂટતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.  ઓજત નદીનો પાળો તૂટતા ખેતરોમાં પાણી ભરાયા હતા.  પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ હતી. નદીના પાણી ઘૂસતા ખેતરોમાં મોટું ધોવાણ થયું હતું

નવસારીના મંદિર ગામે ગરનાળામાં કાર ડૂબી હતી

નવસારીના મંદિર ગામે ગરનાળામાં કાર ડૂબી હતી. કારમાં સવાર ચાર લોકોનો ફાયર વિભાગ રેસ્ક્યુ કરી બચાવ કર્યો હતો. ગરનાળામાંથી પસાર થઈ રહેલા યુવાનોને અચાનક પાણીનો વધી જતા પાણીમાં કાર સાથે ડૂબવા લાગ્યા હતા. જોકે મહામહેનતે તેમને બચાવી લેવામાં આવ્યા હતા.

ભાવનગરના ગારીયાધારના ભમરીયા ગામમાં પરિવારના ચાર સભ્યો ફસાયા

ભાવનગરના ગારીયાધારના ભમરીયા ગામની નદીમાં ઘોડાપૂર આવતા પરિવારના ચાર સભ્યો પ્રવાહમાં ફસાયા હતા. જેનો વીડિયો સામે આવ્યો છે. પરિવારના ચાર સભ્યો માટે જીસીબી દેવદૂત બનીને આવ્યું અને તમામનાં જીવ બચાવી લીધા હતા. ધસમસતા પાણીનાં પ્રવાહમાં બાઈક લઈને જઈ રહેલા પરિવારના ચાર સભ્યો વચ્ચોવચ ફસાયા હતા. ઉપરવાસ અને ભારે વરસાદના કારણે ભમરીયા અને માંડવી વચ્ચે આવેલા નદીના નાળા ઉપર વરસાદના પાણી ફરી વળ્યા હતા. જ્યાંથી પસાર થતી વખતે તણાવા લાગ્યા હતા, જોકે જેસીબીની મદદથી બચાવી લેવાયા હતા.

ભારે વરસાદથી જામકંડોરણામાં જળબંબાકાર 

ભારે વરસાદથી જામકંડોરણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જલારામ નગરના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. રાતના સમયે ઘરમાં પાણી ભરાતા રહિશોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી ગઇ હતી. 

નદીના પ્રવાહમાં ચાર લોકો ફસાયા

ભાવનગરના ભમરીયા ગામની નદીના પ્રવાહમાં ચાર લોકો ફસાયા હતા. બાઈક લઈને જતા એક જ પરિવારના ચાર સભ્યો નદીમાં ફસાયા હતા. JCBની મદદથી તમામના  જીવ બચાવાયા હતા. 

ગુજરાતમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

વલસાડમાં ભારે વરસાદ

રાજકોટના ધોરાજી ભાદર 2 ડેમમાં પાણીની ભરપૂર આવક 

રાજકોટના ધોરાજી ભાદર 2 ડેમમાં પાણીની ભરપૂર આવક આવી હતી.   ભાદર 2 ડેમની જળસપાટી વધી હતી. જળસપાટી વધતા ડેમના છ દરવાજા પાંચ ફુટ સુધી ખોલાયા હતા. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા 38 ગામોને એલર્ટ કરાયા હતા.  

મોરબી જિલ્લામાં ભારે વરસાદ

મોરબી જિલ્લાના મચ્છુ-3 ડેમના બે દરવાજા એક ફૂટ ખોલાયા હતા. બે દરવાજા 1.5 ફૂટ ખોલીને  પાણી છોડવામાં આવ્યુ હતું. પાણી છોડાતા ડેમ વિસ્તારના 20 ગામોને  એલર્ટ કરાયા હતા. ગોર ખીજડીયા, વનાળીયા, સાદુલકા ગામને એલર્ટ કરાયા હતા. 

ધોધમાર વરસાદથી રાજ્યના અનેક રસ્તા ધોવાયા 

ધોધમાર વરસાદથી રાજ્યના અનેક રસ્તા ધોવાયા હતા. વરસાદથી રસ્તા ધોવાતા 106 રસ્તા બંધ થયા હતા.  સૌથી વધુ તાપી જિલ્લામાં 57 માર્ગો બંધ થયા હતા. નવસારીમાં 22, તો સુરત જિલ્લામાં 17 રસ્તા બંધ થયા હતા. વલસાડના સાત માર્ગો પર વાહન વ્યવહાર બંધ થયો હતો. કચ્છ, બનાસકાંઠા, પંચમહાલમાં પંચાયતના એક એક માર્ગ બંધ થયો હતો. સ્ટેટ કન્ટ્રોલરૂમથી વરસાદને લગતી ગતિવિધિ પર નજર  રખાઈ રહી છે 

ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો

જૂનાગઢમાં ભારે વરસાદ

જૂનાગઢ શહેર જળમગ્ન 

છેલ્લા 24 કલાકમાં પોણા 11 ઈંચ વરસાદથી જૂનાગઢ શહેર જળમગ્ન થયું હતું. જૂનાગઢ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં  પાણી ભરાયા હતા. જલારામ સોસાયટીમાં પાણી ભરાયા હતા. ધારાસભ્ય સંજય કોરડીયાએ જલારામ સોસાયટીની મુલાકાત  લીધી હતી. 

તાપી જિલ્લામાં વરસાદથી નદીઓમાં  નવા નીર આવ્યા હતા. 

સવારથી તાપીના તમામ તાલુકામાં  વરસાદ વરસી રહ્યો છે. વ્યારામાં અઢી ઈંચ, તો વાલોડમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. સોનગઢ તાલુકામાં સવારથી એક ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. ઉચ્છલ તાલુકામાં પણ સવારથી અત્યાર સુધીમાં દોઢ વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લામાં વરસાદથી નદીઓમાં  નવા નીર આવ્યા હતા. 

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ 

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો  હતો. 8 વાગ્યા સુધીમાં જામનગર તાલુકામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદ વરસતા નદી, નાળા અને ચેકડેમમાં નવા નીર આવ્યા હતા. 

જામકંડોરણામાં  સવા છ ઈંચ વરસાદ  વરસ્યો હતો

રાજકોટના જામકંડોરણામાં  સવા છ ઈંચ વરસાદ  વરસ્યો હતો. સવા છ ઈંચ વરસાદથી જામકંડોરણા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જામકંડોરણાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું છે. 

અંજારમાં ઘરોમાં ઘૂસ્યા પાણી

કચ્છ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. અંજાર, ગાંધીધામ, આદિપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો. અંજારમાં ખેતીવાડી બજાર સમિતિમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા હતા. આદિપુરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ભરાયા હતા.



બ્રેકગ્રાઉન્ડ

નવસારી, કચ્છ, જૂનાગઢ, વલસાડ અને  તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી નવસારીમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. પાણી ભરાતા સ્ટેશનથી દાંડી જતો મુખ્ય માર્ગ બંધ થયો હતો. વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો અટવાયા હતા.


તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી વાલોડના શાહપોર ગામે ખેતરો બેટમાં ફેરવાયા હતા. વાલોડના જકાતનાકા નજીક પણ પાણી ભરાયા હતા. તે સિવાય કચ્છ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. અંજાર, ગાંધીધામ, આદિપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો. અંજારમાં ખેતીવાડી બજાર સમિતિમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા હતા. આદિપુરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી ભરાયા હતા.


અત્યાર સુધીમાં કચ્છમાં સીઝનનો સૌથી વધુ 76.80 ટકા, ઉત્તર ગુજરાતમાં સીઝનનો 25 ટકા, મધ્ય ગુજરાતમાં સીઝનનો 14.82 ટકા, સૌરાષ્ટ્રમાં સીઝનનો 32.90 ટકા, દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 15.86 ટકા વરસાદ વરસ્યો હતો.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યા કેટલો ઇંચ વરસાદ વરસ્યો


 છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર અને  તાલુકામાં પોણા અગિયાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં નવ ઈંચ, સુરતના મહુવામાં  નવ ઈંચ,  તાપીના વ્યારામાં પોણા આઠ ઈંચ વરસાદ, કચ્છના અંજારમાં પોણા આઠ ઈંચ ,  તાપીના ડોલવણમાં સાડા સાત ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં સાત ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં  પોણા સાત ઈંચ, રાજકોટના જામકંડોરણામાં સવા છ ઈંચ વરસાદ વરસ્યો હતો. 


તે સિવાય જૂનાગઢના વિસાવદરમાં છ ઈંચ, જૂનાગઢના ભેંસાણમાં છ ઈંચ, ધોરાજી,  બારડોલીમાં સાડા પાંચ ઈંચ, ચોટીલા, વડીયા, જેતપુરમાં  સાડા પાંચ ઈંચ, તિલકવાડા, ઉના, વાંસદામાં સવા પાંચ ઈંચ, ઉપલેટા, ચીખલી, બાયડમાં પાંચ પાંચ ઈંચ, ગણદેવી, વંથલી, સોનગઢમાં પોણા પાંચ ઈંચ, વેરાવળ, ખેરગામ, જલાલપોરમાં પોણા પાંચ ઈંચ, કુકરમુન્ડા, સુબિર, વઘઈમાં સાડા ચાર ઈંચ, ધનસુરા, નવસારી, આહવામાં સવા ચાર ઈંચ, પલસાણા, જોડીયા, નાંદોદમાં ચાર ચાર ઈંચ. ગરૂડેશ્વર, ગાંધીધામ, માળીયા હાટીનામાં પોણા ચાર ઈંચ , કપરાડા, ડભોઈ, તલોદમાં પોણા ચાર ઈંચ, બાબરા, કોડીનાર, ઉમરાળામાં સાડા ત્રણ ઈંચ, ધ્રોલ, મોરબી, ધરમપુરમાં વરસ્યો સાડા ત્રણ ઈંચ , સુરતના માંડવી, ઉમરગામ, બોરસદમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.