Gujarat Rain Live Updates: ગીર સોમનાથના વેરાવળમાં ચારેકોર પાણી જ પાણી, લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી, જુઓ ડ્રોન વીડિયો
ગીર સોમનાથના તાલાલા ગીરમાં પણ ભારે વરસાદના કારણે સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા હતા
જૂનાગઢ જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા છે. ભારે વરસાદને પગેલ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ઉભી થઈ છે. આજે બપોરે 12 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે જેમાં જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યા જેવો ઘાટ ઘડાયો છે. આવો જાણીએ બપોરે 12 કલાક સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે. આ તમામ આંકડા છેલ્લા છ કલાકના છે
વેરાવળ શહેરમાં અનેક સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયા હતા. શહેરના તમામ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઇ જવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. વેરાવળ-કોડીનાર ફોર ટ્રેક હાઈવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાયા હતા.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 22 ઇંચ વરસાદ તથા ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં ૧૯.૨૪ ઇંચ, તાલાલા તાલુકામાં ૧૧.૯૬ ઇંચ તથા રાજકોટના ધોરાજી તાલુકામાં ૧૧.૦૮ ઇંચ વરસાદ નોંધાયો છે. આમ કુલ રાજ્યના ૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના સોનારીયા ગામમાં આભ ફાટતા પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. હિરણ-2 ડેમના દરવાજા ખોલવામાં આવતા પાણી ગામમાં ઘૂસ્યા હતા. ગામ વચ્ચેની જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સોનારીયાની આસપાસના ગામડાઓ બેટમાં ફેરવાયા હતા.
ગીર સોમનાથમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી નદી,નાળા અને ડેમમાં પાણીની ભારે આવક થઇ રહી છે. હિરણ-2 ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. ભારે વરસાદને પગલે હિરણ-2 ડેમના સાત દરવાજા ખોલાયા હતા.
ગીર સોમનાથના સુત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુત્રાપાડાના બીજ ગામમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગામમાં પાણી ભરાતા લોકોને હાલાકી
ગીર સોમનાથ જિલ્લાના ઈશ્વરિયામાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા હતા. ઈશ્વરીયાના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા.
જૂનાગઢના માળિયા હાટીના તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો. માળીયા હાટીના તાલુકામાં વરસાદને પગલે અનેક ગામડાઓમાં પાણી ભરાયા હતા. ચોરવાડ શહેરની બજારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદને લીધે ચોરવાડ શહેરના બજારોમાં પાણી ફરી વળ્યા હતા.
વેરાવળ રેલવે સ્ટેશન પાસેની સોસાયટીમાં પાણી ભરાયા હતા. તાલાલાની નદીઓમાં પાણી સાથે મગરો પણ દેખાયા હતા. સુત્રાપાડા તાલુકામાં સીઝનનો 150 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે વેરાવળ તાલુકામાં સીઝનનો 135 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. વેરાવળ-કોડિનાર હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. આજે પણ ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં વેરાવળમાં 20 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાલાલા અને કોડીનારમાં 24 કલાકમાં 12 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. સુત્રાપાડાના ઘામરેજ ગામમાં ભારે વરસાદના કારણે આરોગ્ય કેન્દ્ર અને શાળામાં પાણી ભરાયા હતા. ગામમાં હિરણ નદીના પાણી ફરી વળ્યા હતા.
બ્રેકગ્રાઉન્ડ
ગીર સોમનાથ જિલ્લામાં આભ ફાટ્યું હતું. છેલ્લા 24 કલાકમાં સુત્રાપાડા અને વેરાવળમાં 20-20 ઇંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યુ છે. સુત્રાપાડામાં 24 કલાકમાં સાંબેલાધારા 20 ઈંચ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે વેરાવળમાં અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા હતા.ગીર સોમનાથમાં સુત્રાપાડાના પસનાવડા ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા.
ગીર સોમનાથના તાલાલા ગીરમાં પણ ભારે વરસાદના કારણે સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા હતા. સોસાયટીમાં પાર્ક કરવામાં આવેલી કારો પાણીમાં તણાઇ ગઇ હતી. તાલાલા શહેરમા હીરણ નદીમાં પૂર આવ્યું હતું. પૂરના પ્રવાહમા મહાકાય મગરો પણ શહેરમા ઘૂસી આવ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં વેરાવળમાં 20 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તાલાલા અને કોડીનારમાં 24 કલાકમાં 12 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. સુત્રાપાડાના ઘામરેજ ગામમાં ભારે વરસાદના કારણે આરોગ્ય કેન્દ્ર અને શાળામાં પાણી ભરાયા હતા. ગામમાં હિરણ નદીના પાણી ફરી વળ્યા હતા.
તાલાલા અને કોડીનારમાં 24 કલાકમાં 12 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. વેરાવળ, સુત્રાપાડા અને તાલાલામાં અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. વેરાવળના રહેણાંક વિસ્તાર અને બજારોમાં પણ પાણી ભરાયા હતા. આભ ફાટતા વેરાવળમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.
રાજ્યમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન જાહેર કર્યું છે. આજે અમરેલી, ભાવનગર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદનો અનુમાન છે.
છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકામાં વરસાદ
રાજ્યના પાંચ તાલુકાઓમાં 10થી 22 ઈંચ વરસાદ
રાજ્યના 11 તાલુકાઓમાં ત્રણથી પાંચ ઈંચ વરસાદ
રાજ્યના 5 તાલુકાઓમાં બેથી ત્રણ ઈંચ વરસાદ
ગીર સોમનાથના સુત્રાપાડામાં 22 ઈંચ વરસાદ
વેરાવળમાં ખાબક્યો 20 ઈંચ વરસાદ
તલાલામાં વરસ્યો 15 ઈંચ વરસાદ
રાજકોટના ધોરાજીમાં ખાબક્યો 15 ઈંચ વરસાદ
કોડીનારમાં નવ ઈંચ વરસાદ
રાજકોટના જામકંડોરણામાં સાત ઈંચ વરસાદ
રાજકોટના ઉપલેટામાં પાંચ ઈંચ વરસાદ
જૂનાગઢના મેંદરડા અને માળીયાહાટીનામાં સવા ચાર ઈંચ વરસાદ
વલસાડના વાપીમાં ખાબક્યો ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં પેટલાદમાં ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કેશોદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- - - - - - - - - Advertisement - - - - - - - - -