Gujarat Rain Live Updates: મહેસાણાના ઉંઝા, વિસનગર અને વિજાપુરમાં ભારે વરસાદ, ઉંઝા અંડરપાસમાં પાણી ભરાયા
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 245 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મહીસાગરના લુણાવાડામાં આભ ફાટતા છેલ્લા બે કલાકમાં અઢીં ઈંચ વરસાદ ખાબક્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી અંબાજીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. અંબાજીના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. સરસ્વતી નદીના ચારેય કુંડ પાણીથી છલકાયા હતા. દર્શનાર્થીઓને સરસ્વતી નદીના કુંડ પાસે જવાની મનાઈ કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો. મોડાસામાં ચાર ઈંચ, માલપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે મોડાસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોડાસા ચાર રસ્તા અને બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા. ધનસુરામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધનસુરા બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા. ધનસુરાની બજારોમાં પણ પાણી ભરાયા હતા. અરવલ્લીના બાયડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. માહોર નદીના પાણી દેરોલ ગામમાં ઘૂસ્યા હતા.
મહેસાણા જિલ્લાના ત્રણ તાલુકામાં જળબંબાકાર થયા હતા. ઊંઝા, વિસનગર, વિજાપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો. ઊંઝા, વિસનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઊંઝા APMC અને તળાવ નજીકના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઊંઝા અંડરપાસ, કન્યા છાત્રાલય, રેલવે વિસ્તારમાં પાણી ભરાયા હતા. વિજાપુરના પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ હતી. ઊંઝા, વિસનગર, વિજાપુરમાં વાહન વ્યવહારને અસર થઇ હતી.
ગાંધીનગર વિધાનસભા સંકુલમાં પાણી ભરાયા હતા. લિફ્ટની નીચે ભોંયરામાં પાણી ભરાતા લિફ્ટ બંધ કરાઇ હતી. ઈલેક્ટ્રિક પમ્પની મદદથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે
ગાંધીનગર વિધાનસભા સંકુલમાં પાણી ભરાયા હતા. લિફ્ટની નીચે ભોંયરામાં પાણી ભરાતા લિફ્ટ બંધ કરાઇ હતી. ઈલેક્ટ્રિક પમ્પની મદદથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે
મહેસાણાના ઊંઝા અને વિસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી ઊંઝા APMCમાં વરસાદી પાણી ભરાયા હતા. તળાવ નજીકના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કન્યા છાત્રાલય, રેલવે વિસ્તાર, ઊંઝા અંડરપાસમાં પાણી ભરાયા હતા.
અમદાવાદમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત છે. દરિયાપુર દરવાજા વિસ્તારમાં મસમોટો ભુવો પડ્યો હતો. રસ્તા વચ્ચે જ ભુવો પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. શહેરમાં સતત ભુવા પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામે ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકમાં નુકસાન થયું છે. કપાસ મગફળી સહિતના પાકમાં સતત વરસાદના કારણે નુકસાન થયું છે. ભાદરકાઠાના ખેતરોમાં એકથી દોઢ ફૂટ સુધી ખેતરોમાં પાણી ભરેલા જોવા મળ્યા છે. ખેડૂતોએ કહ્યું કે, મગફળી અને કપાસના ભાગમાં 24 કલાક પાણી ભર્યું રહે એટલે પાક નિષ્ફળ જાય છે. મગફળીમાં સતત પાણી રહેવાના કારણે મૂળિયા સળી જાય છે. ખેડૂતોએ કહ્યું કે, કઠોળ ના પાકમાં પણ નુકશાન થયું છે. ખેતરોમાં અઢીથી ત્રણ ફૂટ સુધી પાણી ભરેલા જોવા મળ્યા છે
માણસા તાલુકાના ઈટાદરા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે. વરસાદ ફરીથી શરૂ થતા લોકોની ચિંતામાં વધારો થયો છે. પાણી ઉતરે તે પહેલાં જ વરસાદ શરૂ થતા ચિંતા વધી છે. ઈટાદરા ગામના અવરજવરના રસ્તાઓ જળમગ્ન થયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.
મહીસાગરના લુણાવાડામાં આભ ફાટતા છેલ્લા બે કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. મહીસાગરના લુણાવાડા શહેરમાં વરસેલા વરસાદથી ડુંગર પરથી પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે. પાણીના પ્રવાહમાં માટીની સાથે પથ્થરો પણ નીચે તણાઇ આવ્યા હતા. લુણાવાડા શહેરના બજારો બેટમાં ફેરવાયા હતા.
બ્રેકગ્રાઉન્ડ
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 245 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મહીસાગરના લુણાવાડામાં આભ ફાટતા છેલ્લા બે કલાકમાં અઢીં ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ગાંધીનગરના માણસામાં 8 કલાકમાં છ ઈંચ વરસાદથી જળબંબાકાર થયું હતું. GIDC, જકાતનાકા અને માર્કેટ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા.
મહીસાગરના લુણાવાડા શહેરમાં વરસેલા વરસાદથી ડુંગર પરથી પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે. પાણીના પ્રવાહમાં માટીની સાથે પથ્થરો પણ નીચે તણાઇ આવ્યા હતા. લુણાવાડા શહેરના બજારો બેટમાં ફેરવાયા હતા.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 245 તાલુકામાં નોંધાયો વરસાદ
છેલ્લા 24 કલાકમાં પાટણના સાંતલપુરમાં સાડા છ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજકોટના કોટડાસાંગાણીમાં છ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરના માણસામાં છ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં કચ્છના અબડાસામાં સવા પાંચ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના સુઈગામમાં સવા પાંચ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં દ્વારકાના ખંભાળીયામાં સવા પાંચ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજકોટના ઉપલેટામાં પાંચ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના તલોદમાં પોણા પાંચ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વંથલીમાં સવા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરના દહેગામમાં ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજકોટના ગોંડલમાં પોણા ચાર ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં બોટાદના બરવાળામાં પોણા ચાર ઈંચ વરસાદ
ચોટીલા, કેશોદ, વડગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
રાપર, નડીયાદ, કડી, પ્રાંતિજમાં ત્રણ ઈંચ વરસાદ
વાપી, માંગરોળ, રાજકોટ, દાંતિવાડામાં ત્રણ ઈંચ વરસાદ
કપરાડા, ધનસુરા, સિદ્ધપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ
રાધનપુર, જામકંડોરણા, ધોરાજીમાં અઢી ઈંચ વરસાદ
બાયડ, જેતપુર, માળીયા હાટીનામાં અઢી ઈંચ વરસાદ
જૂનાગઢ શહેર અને તાલુકામાં સવા બે ઈંચ વરસાદ
મેંદરડા, ખંભાત, સતલાસણામાં સવા બે ઈંચ વરસાદ
ભાણવડ, મોરબી, કપડવંજમાં સવા બે ઈંચ વરસાદ
વીરપુર, જસદણ, પાલનપુરમાં સવા બે ઈંચ વરસાદ
પેટલાદ, ધરમપુર, દાંતામાં બે બે ઈંચ વરસાદ
વિસાવદર, ઉમરપાડા, ડીસામાં બે બે ઈંચ વરસાદ
ધંધુકા, ચુડા, વઢવાણમાં પોણા બે ઈંચ વરસાદ
બોરસદ, દસાડા, લાલપુરમાં પોણા બે ઈંચ વરસાદ
આંકલાવ, કુતિયાણા, ભુજ, ધ્રાંગધ્રામાં પોણા બે ઈંચ વરસાદ
ગાંધીનગર, ભિલોડા, ડેસરમાં દોઢ ઈંચ વરસાદ
13 તાલુકામાં નોંધાયો દોઢ ઈંચથી વધુ વરસાદ
30 તાલુકામાં નોંધાયો એક ઈંચ સુધીનો વરસાદ
- - - - - - - - - Advertisement - - - - - - - - -