Gujarat Rain Live Updates: બોટાદના ગઢડામાં મૂશળધાર વરસાદ બાદ રસ્તાઓ ધોવાયા, ઘેલો નદી પરના પુલને નુકસાન

Gujarat Rain Live Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યના 8 તાલુકામાં સાડા ચારથી પોણા આઠ ઈંચ વરસાદ  વરસ્યો હતો

gujarati.abplive.com Last Updated: 18 Jun 2025 02:19 PM

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Rain Live Updates:  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યના 8 તાલુકામાં સાડા ચારથી પોણા આઠ ઈંચ વરસાદ  વરસ્યો હતો. તે સિવાય બોટાદના...More

રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ભરાયા છે, જેમાં કેટલાકને હાઇ એલર્ટ અને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 13 ડેમ એલર્ટ પર તો 10 જળાશય વૉર્નિંગ લેવલ પર મુકાયા છે. રાજ્યના 9 જળાશય 100 ટકા ભરાયા છે.