Gujarat Rain Live Updates: પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ , મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસ્યા

વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે

gujarati.abplive.com Last Updated: 28 Jul 2023 02:55 PM

બ્રેકગ્રાઉન્ડ

ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, ડાંગ,નવસારી, વલસાડમાં રાત્રી દરમિયાન વરસાદ વરસ્યો હતો.નવસારી તાલુકામાં...More

કલેક્ટર અતુલ ગોરે શું કરી અપીલ

છોટા ઉદેપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ઓરસંગ ઉપરાંત ઢાઢર નદીમાં આવેલા પૂરને પરિણામે વડોદરા જિલ્લાના ૩39 ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીઓમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે તેને પાર કરવાનું દુઃસાહસ ના કરવા કલેક્ટર અતુલ ગોર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.