Gujarat Rain Live Updates: સુરતમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સુરત, તાપી, નવસારીમાં વરસાદ નોંધાયો હતો.

gujarati.abplive.com Last Updated: 16 Aug 2022 01:39 PM
હરણાવ નદીમાં ફસાયેલ ત્રણ યુવાનોનું રેસ્ક્યૂ કરાયુ

સાબરકાંઠામાં ખેડબ્રહ્માની હરણાવ નદીમાં ફસાયેલ ત્રણ યુવાનોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ત્રણેય યુવાનોને બોટમાં બેસાડી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હિમતનગરની ફાયર વિભાગની ટીમ બોટ લઈને પાણીના પ્રવાહમાં પહોચી હતી અને ત્રણેય યુવકોને બચાવી બોટ પર બેસાડ્યા હતા. બોટની મદદથી રેસ્કયૂ ઓપરેશન શરૂ કર્યું હતું.

સુરતમાં ખાડી પૂરના કારણે લોકોની મુશ્કેલી વધી

સુરતમાં ખાડી પૂરના કારણે લોકોની મુશ્કેલી વધી છે. સણીયા હેમાદમાં ખાડી પૂર આવતા 5 ફૂટ સુધી પાણી ભરાયું છે. જેના કારણે મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે. સ્થાનિકો ઘૂંટણસમા પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે વર્ષોથી આ સમસ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી. જેથી લોકો કાયમી ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે.

નદીમાં ત્રણ યુવકો ફસાયા

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ખેડવા જળાશયમાંથી પાણી છોડાતા હરણાવ નદીમાં યુવકો ફસાયા છે. .જળાશયમાંથી એક હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી હરણાવ નદીમાં ત્રણ યુવકો ફસાયા છે. જેથી જિલ્લા ડિઝાસ્ટર વિભાગને જાણ કરાઈ હતી. હિંમતનગરથી ફાયર વિભાગની એક ટીમ રવાના થઈ છે. ફાયર વિભાગની ટીમ બોટ સાથે રવાના થઈ છે.

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હિંમતનગર,વડાલી અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હરણાવ જળાશયમાં 5 હજાર ક્યુસેક પાણી આવક નોંધાતા નદીમાં પાણી છોડાયું છે. જેથી ખેડબ્રહ્મા અને વિજયનગરના ૧૦ ગામોને એલર્ટ કરાયા છે. આ સાથે જ વિજયનગરના 4 ગામ અને ખેડબ્રહ્મા 6 ગામને એલર્ટ કરાયા છે.

દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે


દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સુરત, તાપી, નવસારીમાં વરસાદ નોંધાયો હતો. સુરતના બારડોલીમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે બારડોલીથી મોતા ગામ જતા માર્ગ પર પાણી ફરી વળ્યાં છે. સતત વરસાદને કારણે ખેતરો અને ખાડી કોતરના પાણી રોડ પર આવ્યા છે. 24 કલાક દરમ્યાન બારડોલીમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પાલનપુરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ભારે વરસાદના કારણે NDRFની ટીમ પાલનપુરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

બ્રેકગ્રાઉન્ડ

દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સુરત, તાપી, નવસારીમાં વરસાદ નોંધાયો હતો. સુરતના બારડોલીમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે બારડોલીથી મોતા ગામ જતા માર્ગ પર પાણી ફરી વળ્યાં છે. સતત વરસાદને કારણે ખેતરો અને ખાડી કોતરના પાણી રોડ પર આવ્યા છે. 24 કલાક દરમ્યાન બારડોલીમાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.