Gujarat Rain Live Updates: ભાવનગરના ઠાંસા ગામમાં જળબંબાકાર, અનેક મકાનોમાં ઘૂસ્યા પાણી

Gujarat Rain Live Updates: સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ ખાબકી રહ્યો છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે

gujarati.abplive.com Last Updated: 20 Aug 2025 01:25 PM

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Rain Live Updates:  સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ ખાબકી રહ્યો છે. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. તાલાલામાં 3 ઈંચ, ગીર ગઢડામાં 2...More

ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ  હતી. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સાંબેલાધારે વરસાદે તારાજી સર્જી હતી. જિલ્લાના કેટલાક ગામમાં વીજપોલ પડી જતા વીજળી ગુલ થઈ હતી. લોકોને આપાતકાલિન સ્થિતિમાં કંટ્રોલરૂમમાં જાણ કરવા કલેકટરે અપીલ કરી હતી. તમામ સ્થિતિને પહોંચી વળવા પ્રશાસન સજ્જ હોવાની કલેકટરે ખાતરી આપી હતી.