Gujarat Rain Live Updates: સુરત અને રાજકોટમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ, ડાંગર, કેરી સહિતના પાકને નુકસાન

અમદાવાદ, ખેડા,આણંદ, વડોદરા, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, નવસારી, સુરતમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

gujarati.abplive.com Last Updated: 06 May 2025 03:10 PM

બ્રેકગ્રાઉન્ડ

રાજ્યના 25થી વધુ જિલ્લામાં આગામી ત્રણ કલાકમા ઝડપી પવન સાથે વરસાદ વરસી શકે છે. 25થી વધુ જિલ્લામાં 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે. કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે...More

રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો

રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સાધુ વાસવાણી રોડ, 150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.