Gujarat Rain: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તો બીજી તરફ આવનારા ત્રણથી ચાર દિવસ પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.જેના કારણે સરકારી અધિકારીઓને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં 21 તારીખ સુધી ભારે વરસાદની આગાહીને લઈને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટેની સૂચના આપવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં પવન અને વીજળી સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતાને લઈને સુચના આપવામાં આવી છે. તમામ કંટ્રોલરૂમ કાર્યરત કરી અને અધિકારીઓએ હાજર રહેવા જાણ કરવામાં આવી છે.
જિલ્લાના તમામ નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વન સંરક્ષક અધિકારી , પ્રાંત અધિકારી, લાયસન અધિકારી, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન , કાર્યપાલક ઇજનેર MGVCL ,જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા રજીસ્ટર અધિકારી ,સહકારી મંડળીઓ તમામ તાલુકાના મામલતદાર તમામ તાલુકાના વિકાસ અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસરોને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઈ છે.
ભારે વરસાદના કારણે કોઈ ઘટના ઘટે તો તાત્કાલિક કંટ્રોલરૂમ ખાતે જાણ કરવાની રહેશે. ભારે વરસાદની શક્યતાને લઇ અને તકેદારી રાખવા માટે ખાસ સુચના અપાઈ છે. અધિક જિલ્લા કલેકટર દ્વારા આ બાબતે તમામ અધિકારીઓને પત્ર દ્વારા સૂચિત કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આજે દાહોદ,છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાબરકાંઠા અને ગાઁધીનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમરેલી,ખેડા ,પંચમહાલ,છોટાઉદેપુર ,મહિસાગર,વડોદરા ,ભરુચ,સુરત,ડાંગ,નવસારી,વલસાડ,દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આવતી કાલે દાહોદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા,મહેસાણા, સબારકાંઠા,ગાઁધીનગર,ખેડા ,આણંદ,અમદાવાદ, મહીસાગર,નર્મદા,ભરુચ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
18 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે સાબરાંકાંઠા તેમજ ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય પાટણ અને મહેસાણામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 સપ્ટેમ્બરના રોજ મહેસાણા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદ વરસશે. આજે છોટાઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે. અમદાવાદ, વલસાડ, દાહોદમાં જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેશે. ગાજવીજ સાથે અનેક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણમાં અતિભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે. આ સિવાય પંચમહાલ, વડોદરા અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી તેમના દ્વારા કરાઈ છે. ઉતર ગુજરાતના પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસના વરસાદ બાદ અન્ય સિસ્ટમ સક્રિય થતાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી રાજ્યમાં વરસાદ વરસશે.