Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાનો વરસાદ શરૂ થઇ ગયો છે, છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદ વરસી રહ્યો છે, ઉત્તરથી લઇને દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી લઇને ભારે વરસાદ પડી રહ્યો છે. હવે આ કડીમાં વધુ એક મોટુ અપડેટ સામે આવ્યુ છે, આગામી 3 કલાકમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 3 કલાકમાં ગુજરાતમાં 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. 


વરસાદના તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં હજુ વરસાદ ભારેથી અતિભારે સ્થિતિમાં વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 3 કલાકમાં રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. આગાહી પ્રમાણે, ગુજરાતમાં ભરૂચ, સુરત, પોરબંદરમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી છે, આ ઉપરાંત જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવ, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને રાજકોટ, જામનગર, મોરબી તથા દ્વારકામાં ભારે વરસાદ પડશે. 


રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી


રાજ્યમાં આજે કચ્છ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં  અત્યંત ભારે વરસાદની ભારે થી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર,મેહસાણા,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,ખેડા,આણંદ,બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત,દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. 


રાજ્યમાં આગામી 5 દિવસ સુધી અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. જેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. દક્ષિણ ગુજરાત ને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે વરસાદ પડશે.


જુન મહિનામાં વરસાદની ઘટ


જુન મહિનામાં 12 mm વરસાદની ઘટ રહી..જુન મહિનામાં 104 mm વરસાદ નોંધાયો , જે  118 mm હોવો જોઈએ.


અમરેલી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ


અમરેલી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. જીલ્લાનાં મોટાભાગના વિસ્તારોમાં ઓછા વત્તા પ્રમાણમાં વરસાદ છે. અમરેલી શહેર, સાવરકુંડલા, રાજુલા, ખાંભા, જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. સાવરકુંડલાના નાના ભમોદ્રા, ચરખડીયા, બોરાળા, ખડકાળા સહિતના વિસ્તારોમાં વરસાદ છે. વડીયા શહેર તેમજ ગ્રામયમાં મુશળધાર વરસાદ છે.  વડીયામાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વડીયાના ઉપરવાસના ગામોમાં મુશળધાર વરસાદથી સુરવો-૧ ડેમમાં નવા નિરની આવક થઈ છે.
તળિયા જાટક સુરવો-૧ડેમમાં 4 ફૂટ નવાનીરની આવક થતાં ખેડૂતો ખુશખુશાલ  થઈ ગયા છે. બગસરા શહેર અને પંથકમાં વરસાદી માહોલ છે. બગસરા અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. મોટાં મુંજીયાસર, નાના મુંજીયાસર, રફળા, સાપર, સુડાવડ સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ છે. બગસરામાં વાવણી લાયક વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લહેર છે.