Junagadh News: સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જમાવટ કરી છે. જૂનાગઢમાં આજે પડેલા ભારે વરસાદના કારણે શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવારે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે વહીવટી વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.


જૂનાગઢમાં ઘેડ પંથકના ગામમો પાણીમાં ગરકાવ થયા છે. બાલાગામ-બામણાસા રોડ પાણીમાં ધોવાયો  છે. બાલાગામના બામણાસાના ખેતરો ડૂબ્યા છે. જૂનાગઢના મેંદરડા તાલુકામાં ધોધમાર વરસાદના કારણે દાત્રાણા ગામમા ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી.


વિલિંગ્ડન ડેમ ઓવરફલો


જૂનાગઢ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વિલિંગન ડેમ ઓવરફ્લો થયો છે. સોમવારે સાંજના સમયે ડેમ છલકાયો હતો.   ડેમના આહલાદક દ્રશ્યો જોવા શહેરીજનો ઉમટ્યા હતા. જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયો છે. શહેરની મધ્યમાં આવેલ વિલિંગ્ડન ડેમ છલોછલ થયો છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પુરૂ પાડતા 3 જળાશયો માંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયા છે. જ્યારે સૌથી મોટા ડેમ હસ્નાપુરમાં પાણીની જંગી આવક થઇ છે.


જૂનાગઢમાં બામણાસા અને મટીયાણા પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે. જેના પગલે બાલાગામ, ઝાલાવાડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા છે.


રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી


રાજ્યમાં આજે કચ્છ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં  અત્યંત ભારે વરસાદની ભારે થી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર,મેહસાણા,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,ખેડા,આણંદ,બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત,દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. 


રાજ્યમાં આગામી 5 દિવસ સુધી અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. જેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. દક્ષિણ ગુજરાત ને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે વરસાદ પડશે.


જુન મહિનામાં વરસાદની ઘટ
જુન મહિનામાં 12 mm વરસાદની ઘટ રહી..જુન મહિનામાં 104 mm વરસાદ નોંધાયો , જે  118 mm હોવો જોઈએ.


આ પણ વાંચોઃ


વરસાદ દરમિયાન કેમ થાય છે વાદળનો ગડગડાટ, જાણો કેવી રીતે બને છે વીજળી