Gujarat Rain: રાજ્યમાં ચોમાસાની શરુઆતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને લઈને રાજ્યના અનેક ડેમોમાં નવા નીર આવ્યા છે. આ ઉપરાંત કેટલાક ડેમ તો ઓવરફ્લો પણ થઈ ગયા છે. જેના કારણે લોકોને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી છે. તો બીજી તરફ અમરેલીના વડીયાનો સુરવોડેમ-1 બીજી વખત ઓવરફ્લો થયો છે. વડીયા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. તોરી,રામપુર,અરજણસુખ,ખાન ખીજડિયામાં વરસાદ પડતા નદીમાં નવા નીર આવ્યા છે. સુરવોડેમ-1ના આજે એક ફૂટ દરવાજો ખોલવાની ફરજ પડી હતી એક ફૂટ દરવાજો બપોર સુધી ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. 


 



તો બીજી તરફ ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં વરસાદ પડવાના કારણે નર્મદા ડેમની જલસપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે. નર્મદા ડેમની જલસપાટી 122.52 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જલસપાટી 138.68 મીટર છે જ્યારે 121.92 મીટરથી દરવાજા મુકવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં પાણી આવક 40,895 ક્યુસેક થઈ રહી છે જ્યારે જાવક 5,178 ક્યુસેક થઈ રહી છે.  સીએચપીએચનું 1 ટર્બાઇન વીજ ઉત્પાદન માટે ચાલુ કરવામાં આવ્યું છે. નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.


 



ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ભાવનગરના કાળુભાર ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાં પાણીની સપાટીમા સતત વધારો થતા ત્રણ તાલુકાના ગામડાઓને એલર્ટ કરાયા કરવામા આવ્યા છે. કાળુભાર ડેમમાંથી 1800 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે. ઉમરાળા,વલ્લભીપુર તાલુકાના 11 ગામડાઓને એલર્ટ કરાયા છે. આજે સવારે 6 કલાકે ડેમના 3 દરવાજા 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ગઢાળી,રાજપીળા, ભોજવાદર, હડમતાલા, રતનપર, સમઢિયાળા, તરપાલા, ઉમરાળા, વાગધ્રા, ચોગઠ, રાજસ્થળી સહિત ગામડાને એલર્ટ કરાયા છે. નદીના પટમાં ન જવા માટે ગ્રામપંચાયતોને જાણ કરાઇ છે.


આગામી 5 દિવસ ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી


વિરામ બાદ ફરી ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ વિરામ બાદ બીજા રાઉન્ડમાં પણ ગુજરાતને સારો વરસાદ મળશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ એટલે 6 જુલાઇથી 10 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને સારો વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદનો અનુમાન છે. 


જરાતમાં ફરી એકવાર મેઘરાજાએ જમાવટ કરી છે. સ્કાયમેટના અનુમાન મુજબ આવતી કાલે એટલે 7 જુલાઇએ અમરેલી, ભાવનગર, આણંદ ભારે વરસાદનો અનુમાન છે. તો 8 જુલાઇએ કચ્છ, જામનગરમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે. ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ જમાવટ કરી છે. સ્કાયમેટના અનુમાન મુજબ આવતી કાલે એટલે 7 જુલાઇએ અમરેલી, ભાવનગર, આણંદ ભારે વરસાદનો અનુમાન છે. તો 8 જુલાઇએ કચ્છ, જામનગરમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial