Gujarat Rain: અમદાવાદના નિકોલમાં દોઢ ઈંચ વરસાદમાં ખૂલી પ્રશાસનની પોલ, ગોપાલ ચોક વિસ્તાર પાણીમાં ગરકાવ
Gujarat Rain :છેલ્લા 24 કલાકમાં 22 તાલુકામાં એકથી અઢીં ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો
gujarati.abplive.com Last Updated: 29 May 2025 12:46 PM
બ્રેકગ્રાઉન્ડ
Gujarat Rain Live Update: રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 22 તાલુકામાં એકથી અઢીં ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં સવારના ચારથી છ વાગ્યામાં એક ઈંચથી વધુ વરસાદ...More
Gujarat Rain Live Update: રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 22 તાલુકામાં એકથી અઢીં ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં સવારના ચારથી છ વાગ્યામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. વાસણા બેરેજના ત્રણ દરવાજા અડધો ફિટ ખોલવામાં આવ્યા હતા.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 89 તાલુકામાં વરસાદછેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 89 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતના 25 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં મોડાસામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય સરસ્વતીમાં સવા બે ઈંચ, પાટણમાં 1.97 ઈંચ, આંકલાવમાં 1.57 ઈંચ, મહેસાણામાં 1.81 ઈંચ, પોશીનામાં 1.77 ઈંચ, ઊંઝામાં 1.69 ઈંચ, આણંદમાં 1.69 ઈંચ, સિદ્ધપુર 1.54 ઈંચ, વિજાપુર 1.54 ઈંચ, મેઘરજ 1.50 ઈંચ, વડગામ 1.42 ઈંચ, હિંમતનગરમાં 1.42 ઈંચ, પાલનપુરમાં 1.38 ઈંચ, કડીમાં 1.38 ઈંચ, માણસામાં 1.10 ઈંચ, વિસનગરમાં 1.06 ઈંચ, બાયડમાં 1.06 ઈંચ, લુણાવાડામાં 1.06 ઈંચ, ધનસુરામાં 1.02 ઈંચ, અમીરગઢમાં 1 ઈંચ, પ્રાંતિજમાં 1 ઈંચ, ભાવનગરમાં 1 ઈંચ, તલોદમાં 1 ઈંચ, દસાડામાં 1 ઈંચ, દાંતામાં 1 ઈંચ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ, દહેગામમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. ચાણસ્મા, વડનગર, હારીજમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં અડધા ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.તોફાની પવન સાથે વરસાદની આગાહીઆગામી એક કલાક તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી. અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચમાં ગાજવીજ અને પવન સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. વડોદરા, નર્મદા, છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે. પંચમહાલ, દાહોદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણામાં પવન સાથે હળવા વરસાદનું અનુમાન છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, સુરત, તાપી, ડાંગમાં પવન સાથે હળવા વરસાદનું અનુમાન છે. નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આ જિલ્લાઓમાં વાવાઝોડા માટે યલો એલર્ટ પણ જાહેર
હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. તે જ સમયે, IMD એ આ જિલ્લાઓમાં વાવાઝોડા માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.