ગાંધીનગર: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ, આણંદ, અરવલ્લી અને વડોદરામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેને લઈ 30 મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડશે. આજે વલ્લભ વિદ્યાનગર રહ્યું સૌથી ગરમ શહેર રહ્યું છે. વલ્લભ વિદ્યાનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આગામી ત્રણ કલાક ભારે હોવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ફરી ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 28 અને 29 મેએ ગુજરાતમાં મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ પડશે. ભારે પવનને કારણે રાજ્યના માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદની યુવતીની વર્ષ 2022માં કરાયેલી હત્યાનો ઉકેલાયો ભેદ
અમદાવાદની ધારા નામની યુવતીનું વર્ષ 2022માં અપહરણ, દુષ્કર્મ અને હત્યા કેસનો ભેદ પોલીસે ઉકેલી દીધો હતો. પોલીસે આ મામલે આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. યુવતીની હત્યામાં સામેલ સુરતના ભુવા, તેના ભાઇ સહિત આઠ જણાની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના પાલડી વિસ્તારની ધારા નામની યુવતીની સાયલામાં હત્યા કરી મૃતદેહ સળગાવી દેવાયાનો ખુલાસો થયો હતો. સુરતના સુરજ સોલંકી નામના ભુવા, તેના ભાઈ, મિત્રો સહિત 8ની સંડોવણી બહાર આવી હતી. સુરતનો ભુવો ધારાને જૂનાગઢ લઈ ગયો હતો. જ્યાં સુરજે ધારા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાંથી ચોટીલાના વટાવસ ગામની સીમમાં રાત્રિના સમયે કારમાં લઈ ગયો હતો જ્યાં સુરજના મિત્ર મિતે ધારાને દુપટ્ટાથી ગળેટુંપો આપી હત્યા કરી હોવાનો પોલીસે દાવો કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતુ કે હત્યા કર્યાં બાદ સુરજ, મિત, ગુંજન જોશી, યુવરાજે ધારાના મૃતદેહને સળગાવી પુરાવાના નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે જુગલ શાહના નામાના આરોપીએ ધારાનો મોબાઈલ સ્વીચ ઓફ કર્યો હતો અને આરોપી મુકેશે પેટ્રોલની વ્યવસ્થા કરી હતી. એટલું જ નહી પોલીસને ગેરમાર્ગે દોરવા માટે સંજય સોહલિયાને ધારાના કપડા પહેરાવી કારમાં બેસાડવામાં આવ્યો હતો. જ્યારે મિતની માતાને ઘટનાને લઈ આરોપીઓએ તમામ હકીકત જણાવી હતી. જેથી મિતની માતા મોનાબેન ધારાના કપડા પહેરી ઘરેથી નીકળ્યા હતા. જો કે આખરે મુંબઈથી પગેરૂ નીકળતા ધારાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે પાલડી પોલીસ સ્ટેશનમાં મૃતકના ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી. મૃતક ધારાએ સુરત, મિત સાથે જૂનાગઢથી પરત ફરી હતી. ચોટીલા નજીક વટાવસ ગામે ધારાને લઇ ગયા હતા. બાદમાં મિતે ધારાને ગળેટુંપો આપી મારી નાખી હતી.