Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.
તે સિવાય છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામ, સુરતના કામરેજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય સુરત શહેરમાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં ત્રણ ઈંચ, વલસાડ તાલુકામાં અઢી ઈંચ, રાજકોટના ઉપલેટામાં સવા બે ઈંચ, નવસારીના જલાલપોરમાં સવા બે ઈંચ, વલસાડના પારડીમાં બે ઈંચ, અમદાવાદના ધંધુકામાં બે ઈંચ, અમરેલીના ખાંભામાં બે ઈંચ, વલસાડના કપરાડામાં બે ઈંચ, સાબરકાંઠાના પોશીનામાં બે ઈંચ, નવસારીના ખેરગામમાં પોણા બે ઈંચ, વડોદરાના ડભોઈમાં દોઢ ઈંચ, ભરૂચના હાંસોટમાં દોઢ ઈંચ, નવસારી તાલુકામાં દોઢ ઈંચ, અમરેલી તાલુકામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગના મતે છેલ્લા 24 કલાકમાં ડાંગના વઘઈમાં સવા ઈંચ, અમરેલીના કુકાવાવમાં સવા ઈંચ, ભાવનગરના ઘોઘામાં સવા ઈંચ, આણંદના આંકલાવમાં સવા ઈંચ, નવસારીના વાંસદામાં એક ઈંચ, મોરબીના વાંકાનેરમાં એક ઈંચ અને સુરતના ચોર્યાસીમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગના મતે આજે સવારે 8 વાગ્યા સુધીમાં 23 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તાપીના વ્યારામાં બે ઈંચ વરસાદ, નવસારી તાલુકામાં દોઢ ઈંચ, સુરતના મહુવામાં દોઢ ઈંચ, તાપીના સોનગઢમાં દોઢ ઈંચ, તાપીના વાલોડમાં એક ઈંચ, નવસારીના જલાલપોરમાં એક ઈંચ, ગણદેવી,ચીખલીમાં પોણો પોણો ઈંચ વરસ્યો હતો.
રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 26.32 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 36.29 ટકા વરસાદ વરસ્યો છે. ઉપરાંત કચ્છમાં સીઝનનો અત્યાર સુધીમાં 34.91 ટકા, દ.ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 28.66 ટકા, ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 18.13 ટકા, મધ્ય ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 16.96 ટકા વરસાદ વરસ્યો હતો.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અમુક ભાગોમાં આજે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજકોટ,પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરાઈ છે.