ગાંધીનગરઃ રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસશે. જ્યારે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે અને આવતીકાલે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છ પંથકમાં પણ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરેંદ્રનગર, મોરબી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


ઉપરાંત આવતીકાલે રવિવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ વરસી શકે છે. સોમવારે બનાસકાંઠા, પાટણ, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ


National Film Awards 2022: નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં છવાઈ ગઈ સૂર્યાની 'Soorarai Pottru' ફિલ્મ, જાણો આ ફિલ્મને કેટલા એવોર્ડ મળ્યા


National Film Awards: 68માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત, જાણો કોને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ


Supreme Court : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મુકેશ અંબાણી અને પરિવારના સભ્યોની સુરક્ષા ચાલુ રાખવાની મંજૂરી આપી


Jioનો ખુબ કામનો પ્લાન, એક રિચાર્જમાં 4 લોકો વાપરી શકે છે દર મહિને 200GB, Netflix-Prime પણ ફ્રી.........


જિઓ-વૉડાફોન-એરટેલને ટક્કર આપી રહ્યો છે આ ધાંસૂ પ્લાન, સસ્તામાં છે આટલો બધો ફાયદો