Rain updates: ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં પંચમહાલના શહેરામાં સૌથી વધુ 5.43 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત મહીસાગર, તાપી, નર્મદા, દાહોદ, ડાંગ સહિતના જિલ્લાઓમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

Continues below advertisement

પંચમહાલના શહેરામાં સૌથી વધુ 5.43 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ મહીસાગરના કોઠંબામાં 5.24 ઈંચ વરસાદ પડ્યો છે. તાપીના નિઝરમાં 3.39 ઈંચ, મહીસાગરના લુણાવાડામાં 2.72 ઈંચ ઈંચ વરસાદ નોંધાયો છે. મહીસાગરના બાલાસિનોરમાં 2.52 ઈંચ, નર્મદાના નાંદોદમાં 2.48 ઈંચ, ગાંધીનગરના દહેગામમાં 2.09 ઈંચ અને વલસાડના ઉમરગામમાં 2.05 ઈંચ વરસાદ નોંધાયો છે.

Continues below advertisement

દાહોદ અને ડાંગમાં પણ વરસાદ

દાહોદના લીંબડીમાં 1.93 ઈંચ અને સાગબારા તાલુકામાં પણ 1.93 ઈંચ વરસાદ પડ્યો છે. દાહોદના સુખસરમાં 1.89 ઈંચ, જ્યારે ડાંગના વઘઈમાં 1.85 ઈંચ વરસાદ નોંધાયો છે.  દાહોદ અને ડાંગમાં 1.57 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. નાના પોંઢામાં 1.50 ઈંચ, જ્યારે કપડવંજમાં 1.46 ઈંચ વરસાદ નોંધાયો છે. ગરબાડામાં 1.42 ઈંચ અને સંજેલીમાં 1.38 ઈંચ વરસાદ પડ્યો છે. બોડેલી અને કાલોલમાં પણ 1.38-1.38 ઈંચ વરસાદ નોંધાયો છે.  છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાતા ખેડૂતો અને સામાન્ય લોકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે.

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ 70.60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે, પરંતુ અલગ-અલગ ઝોનમાં વરસાદનું પ્રમાણ અલગ-અલગ નોંધાયું છે. અત્યાર સુધીના આંકડા મુજબ દક્ષિણ ગુજરાત ઝોનમાં સીઝનનો સૌથી વધુ 97.36 ટકા વરસાદ પડી ચૂક્યો છે, જે લગભગ 100 ટકાની નજીક પહોંચી ગયો છે. તેની સરખામણીએ કચ્છ ઝોનમાં સરેરાશ માત્ર 29.05 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે, જેથી ત્યાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે.

વરસાદની આગાહી કરાઈ 

એક સપ્તાહ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે દિવસ દરમિયાન પાંચ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  આ વચ્ચે જ હવામાન વિભાગે સવારે 10 વાગ્યા સુધી વરસાદને લઈ નાઉકાસ્ટ જાહેર  કર્યું છે. હવામાન વિભાગે જાહેર  કરેલા નાઉકાસ્ટ મુજબ સવારે 10 વાગ્યા સુધીમાં ચાર જિલ્લા અને બે સંઘપ્રદેશમાં મધ્યમ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર  કર્યું છે. તો 21 જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે હળવા વરસાદનું યલો એલર્ટ જાહેર  કરાયું છે. ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લામાં નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને બે સંઘ પ્રદેશ દમણ તથા દાદરાનગર હવેલીનો સમાવેશ કરાયો છે.