Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ બરાબર જામ્યુ છે, ઉત્તરથી લઇને દક્ષિણ ગુજરાત સુધી મોટાભાગના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મેઘરાજાએ તાંડવ શરૂ કર્યો છે. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે વધુ મોટુ અપડેટ આપ્યુ છે, તે પ્રમાણે આગામી ત્રણ કલાક ગુજરાતમાં વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી ત્રણ કલાક ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ખાબકશે. 


ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાહે લેટેસ્ટ અપડેટ આપ્યુ છે. હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી ત્રણ કલાક ભારે રહેવાની વાત કરવામાં આવી છે. 


તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, પાટણ, મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, ભરૂચ, છોટા ઉદેપુરમાં મધ્યમ વરસાદની આગાહી છે. એટલુ જ નહીં નર્મદા, ભાવનગર, સુરત, નવસારી,વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ અને તાપી, ડાંગ તથા ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 


જાણો ક્યાં કેટલો વરસ્યો વરસાદ


છેલ્લા 24 કલાકમાં મહેસાણાના કડીમાં સવા પાંચ ઈંચ વરસાદ, તો સાબરકાંઠાના ઈડરમાં સાડા ત્રણ ઈંચ,ભરૂચના હાંસોટમાં બે ઈંચ, ભરૂચના નેત્રંગમાં બે ઈંચ, મહેસાણાના જોટાણામાં પોણા બે ઈંચ,સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા બે ઈંચ, અરવલ્લીના ભિલોડામાં દોઢ ઈંચ,મહેસાણાના વિજાપુરમાં સવા ઈંચ,ગાંધીનગરના માણસામાં સવા ઈંચ,હિંમતનગરમાં સવા ઈંચ, પાલનપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો તો દેત્રોજમાં એક ઈંચ સંજેલીમાં એક ઈંચ વરસાદ વરસ્યો.


છેલ્લા 24 કલાકમાં જાંબુઘોડામાં પોણો ઈંચ, સાગબારામાં પોણો ઈંચ,વાલીયામાં પોણો ઈંચ,વડાલીમાં પોણો ઈંચ,મહીસાગરના વિરપુરમાં પોણો, ઉમરપાડામાં પોણો ઈંચ,નડીયાદમાં અડધો ઈંચ,કપરાડામાં અડધો ઈંચ ,મહેસાણામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો.


છેલ્લા 24 કલાકમાં ઘોઘંબામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો તો પારડી, વલસાડ, પાટણમાં અડધો અડધો ઈંચ,ખેરગામ, ડોલવણ, વડનગરમાં અડધો અડધો ઈંચ વરસાદ વરસ્યો.  બાલાસિનોર, આંકલાવ, વડોદરામાં અડધો ઈંચ, ધાનપુર, તલોદ, હાલોલમાં અડધો ઈંચ,રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 20.15 ટકા,સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 29.15 ટકા વરસાદ  વરસાદ વરસ્યો, કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.59 ટકા વરસાદ વરસ્યો


દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો દ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 20.97 ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 12.95 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 13.71 ટકા વરસાદ પડી ચૂક્યો છે.


19 તાલુકામાં  બે ઈંચથી સુધીનો વરસાદ વરસ્યો છે. 98 તાલુકામાં બેથી પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 83 તાલુકામાં પાંચથી દસ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 39 તાલુકામાં દસથી વીસ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો 12 તાલુકામાં 20થી 40 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.