Rain: ચોમાસાની શરૂઆત સાથે જ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ કહેર વર્તાવવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાતમાં બીજા રાઉન્ડના વરસાદે ફરી એકવાર ગીર સોમનાથ જિલ્લાને જળબંબાકાર કરી દીધું છે. જિલ્લમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે, સૌથી વધુ વરસાદ તલાળા અને વેરાવળમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જાણો અહીં જિલ્લામાં 24 કલાકના વરસાદનો આંકડો.... 


ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકનો વરસાદ..


વેરાવળ - 82 મીમી
તાલાળા - 109 મીમી
સૂત્રાપાડા - 59 મીમી
કોડીનાર - 45 મીમી
ગીર ગઢડા - 35 મીમી
ઉના - 36 મીમી


જિલ્લામાં સૌથી વધુ વરસાદ તાલાળા અને વેરાવળમાં વરસાદ નોંધાયો, તાલાળા ચાર ઇંચથી વધુ વરસાદ પડતા હિરણ 2 ડેમ ફૂલ થઇ ગયો છે અને ડેમના ચાર દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ડેમના 0.30 મીટર ચાર દરવાજા ખોલાયા છે, પહેલા 3 દરવાજા 0.15 મીટર સુધી ખુલ્લા હતા. 


રાજ્યમાં વરસાદથી કેટલા ગામોમાં ખોરવાયો વિજ પુરવઠો, કેટલા રસ્તા છે બંધ, જાણો


એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતા રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી, વલસાડ તો સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 


કેટલા ગામોમાં વિજ પુરવઠો ખોરવાયો ?


રાજ્યમાં પડી રહેલા વરસાદના પગલે 33 ગામોમાં વિજ પુરવઠો ખોરવાયો છે. સૌથી વધુ કચ્છના 28 ગામમાં વિજ પુરવઠો ખોરવાયો છે. દેવભુમિ દ્વારકાના બે અને રાજકોટના ત્રણ ગામમાં વરસાદના પગલે વિજપુરવઠો ખોરવાયો છે.


કેટલા રસ્તા વાહન વ્યવહાર માટે બંધ ?

રાજ્યમાં વરસાદના પગલે 42 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. જેમાં પંચાયત હસ્તકના 34 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. સ્ટેટ  2 રસ્તાઓ અને 1 નેશનલ હાઇવે જ્યારે અન્ય 2 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે. સૌથી વધુ જૂનાગઢ માં 7 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પોરબંદરમાં 6, સુરેન્દ્રનગરમાં 4 ,વલસાડમાં 3,નવસારીમાં 3, કચ્છમાં 3, બોટાદમાં 2, રાજકોટમાં 2, અમરેલી, જામનગર, સુરત અને બનાસકાંઠામાં 1-1 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે.                                                                                              


Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial