Indepandance Day 2022: સમગ્ર દેશ વિવિધ રીતે સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે ગુજરાતની પ્રથમ સ્કાય ડાઈવરે 14000 ફૂટની ઉંચાઈએથી સ્કાય ડાઇવિંગ કરી ઝંડો ફરકાવી દેશ પ્રેમ વ્યક્ત કર્યો હતો.


 






સમગ્ર દેશમાં વિવિધ લોકો પોત પોતાની રીતે અનોખી રીતે દેશ પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે દેશની ચોથી અને ગુજરાતની એક માત્ર લાયસન્સ ધારક સ્કાય ડાઈવર શ્વેતા પરમારે ગત પાંચમી ઓગસ્ટના રોજ રશિયા ખાતે 14 હજાર ફૂટની ઊંચાઈએથી જમ્પ કરી ગરવી ગુજરાત લખેલો ઝંડો લહેરાવી દેશ પ્રેમ વ્યક્ત કર્યો હતો અને ગરવી ગુજરાત લખેલો ધ્વજ આકાશમાં લહેરાવી ગુજરાતી હોવાનો ગર્વ પણ વ્યક્ત કર્યો હતો. 25 વર્ષીય શ્વેતા પરમાર હાલ દેશમાં એક માત્ર એક્ટિવ મહિલા સ્કાય ડાઈવર છે. તેનું સપનું છે કે જે રીતે વિદેશમાં સ્કાય ડાઈવરની કોમ્પિટિશન હોય છે તેવી કોમ્પિટિશન આપણા દેશમાં પણ યોજાય. તે માટે સરકારે વિચારવું જોઈએ. 


તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવ્યા બાદ નેશનલ એરો સ્પોર્ટ પોલિસી લાવ્યા બાદ અમારા જેવા ડાઈવરો પ્રોત્સાહિત થયા છે એના પહેલા કોઈ સ્કોપ જ નહોતો.જો સરકાર મદદ કરે તો શ્વેતા વિના મૂલ્યે યુવતીઓ અને યુવકને મફત સ્કાય ડાઇવિંગ શીખવાડવા તૈયાર છે. શ્વેતાનું કહેવું છે કે સ્કાય ડાઇવિંગનો ડ્રેસ અને પેરાશૂટ વિદેશમાં મળતા હોવાથી મોંઘા છે.  8થી 10 લાખની કિંમત છે તેથી સામાન્ય લોકો તેને ખરીદી શકતા નથી. 


રશિયાના આકાશમાં 1000 ફૂટ ઉપર લહેરાયો તિરંગો


ભારત તેનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે રશિયામાં પણ  ભારતીય દૂતાવાસે મોસ્કોમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન પેરાશૂટથી 'તિરંગો' ફરકાવ્યો હતો. દૂતાવાસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં એક સ્કાયડાઇવર રશિયાના આકાશમાં પેરાશૂટ વડે ભારતીય ધ્વજ લહેરાવતો જોવા મળે છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, "જ્યારે આપણે સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે હર ઘર તિરંગા ઝુંબેશની ઉજવણી કરીએ છીએ ત્યારે રશિયાના આકાશમાં તિરંગો ખૂબ જ ગર્વ સાથે લહેરાવવામાં આવ્યો છે."


1 મિનિટ અને 26 સેકન્ડના આ વીડિયોમાં સ્કાયડાઇવરના આશ્ચર્યજનક કૂદકાને બતાવવામાં આવ્યો છે. તે રશિયામાં જમીનથી હજારો ફૂટ ઉપર ધ્વજ ફરકાવી રહ્યો છે. વીડિયોમાં સ્કાયડાઈવરને આકાશમાં ભારતીય ધ્વજ ફરકાવતો જોઈ શકાય છે. ભારત રશિયાને એક વિશ્વાસપાત્ર સાથી તરીકે જુએ છે જેણે તેની સુરક્ષા અને આર્થિક વિકાસમાં વર્ષોથી મોટો ફાળો આપ્યો છે. વિદેશ મંત્રાલયના એક નિવેદન અનુસાર, ઓક્ટોબર 2000માં ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારીની ઘોષણા પર હસ્તાક્ષર કર્યા પછી લગભગ તમામ દેશોમાં સહકાર વધવા સાથે ભારત-રશિયા સંબંધો ગુણાત્મક રીતે નવું પાત્ર પ્રાપ્ત કર્યું છે. દ્વિપક્ષીય સંબંધોના ક્ષેત્રો, જેમાં સંસ્કૃતિ તેમજ રાજકારણ, સુરક્ષા, વેપાર અને અર્થતંત્ર, સંરક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે.