Gujarat Rain Live: ચોમાસા પહેલા ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, દક્ષિણમા પવન સાથે વરસાદ, અનેક સ્થળે વીજળી ગૂલ
Gujarat Weather News: ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ વરસાદી કહેર શરૂ થયો છે, હવામાન વિભાગ અને આગાહીકારોએ હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે
બ્રેકગ્રાઉન્ડ
Gujarat Weather News: ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ વરસાદી કહેર શરૂ થયો છે, હવામાન વિભાગ અને આગાહીકારોએ હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, આજે રાજ્યમાં...More
દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે, તાપીમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે, ડોલવણ, વ્યારા, સોનગઢમાં વરસાદ ખાબક્યો છે, તાપીના ડોલવણમાં સવાર સુધી એક ઈંચ વરસાદ ખાબક્યો છે, વ્યારામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે, જનરલ હોસ્પિટલ, કાનપુરા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ અને વ્યારાના ફ્લાવર સિટી સોસાયટી રોડ નજીક પાણી ભરાયા છે, પવન સાથે વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં વીજળી ગૂલ થઇ ગઇ છે.
મુંબઇ બાદ દક્ષિણ ગુજરાત અને હવે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી થઇ ગઇ છે, વડોદરા બાદ દાહોદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, આજે દાહોદ શહેરમાં વરસાદ પડી રહ્યો છે, જાલત, ગલાલીયાવાડ, છાપરી, રામપુરામાં વરસાદ પડ્યો છે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વીજળી ગૂલ થવાની પણ ઘટના સામે આવી છે.
સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે, જેસર, મહુવા, સિહોરમાં મિની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, અમરેલીના રાજુલા, ધારી પંથકમાં પણ વરસાદી માહોલ છે, આ ઉપરાંત સુરત, ભરૂચ, વલસાડ, તાપી અને નવસારી જિલ્લામાં વરસાદ છે, સુરતના માંગરોળ તાલુકામાં ખેડૂતોએ સૂકવવા મૂકેલી ડાંગર પણ વરસાદથી બરબાદ થઇ ગઇ છે, હાલમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવનો સાથે વરસાદ વરસી રહ્યો છે
સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં ઓલપાડમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં વાલિયામાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. કામરેજમાં એક ઈંચ, ધોલેરામાં એક ઈંચ, ઝઘડિયામાં પોણો ઈંચ, નાંદોદમાં પોણો ઈંચ, તળાજામાં પોણો ઈંચ, વાગરામાં પોણો ઈંચ, તિલકવાડામાં અડધો ઈંચ, ધારીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં શિનોરમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો તો સવારે 6થી 10 વાગ્યા સુધીમાં તાલાલામાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો
દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી છે. કેરળ, મિઝોરમ, તમિલનાડુ, મહારાષ્ટ્રમાં ચોમાસાનં આગામ થઇ ચૂક્યું છે. મહારાષ્ટ્રમાં ચોમાસાના આગામન સાથે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ખાસ કરીને ભારે વરસાદથી મુંબઇ પ્રભાવિત છે. મુંબઇમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે
મુંબઈ બાદ ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રીના સંકેત મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ ગુજરાતમાં વરસાદે એન્ટ્રી મારી છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદ વરસવાનો શરૂ થયો છે, માહિતી પ્રમાણે, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે, જેસર, મહુવા, સિહોરમાં મિની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, અમરેલીના રાજુલા, ધારી પંથકમાં પણ વરસાદી માહોલ છે, આ ઉપરાંત સુરત, ભરૂચ, વલસાડ, તાપી અને નવસારી જિલ્લામાં વરસાદ છે, સુરતના માંગરોળ તાલુકામાં ખેડૂતોએ સૂકવવા મૂકેલી ડાંગર પણ વરસાદથી બરબાદ થઇ ગઇ છે
અમરેલીના રાજુલા જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે, રાજુલામાં પણ વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે, રાજુલા તાલુકાના ડુંગર માંડલડોળિયા, બાલાપર વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જાફરાબાદના વઢેરા, મીતીયાળા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે
છોટાઉદેપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે, અંબાલા ગામ પાસે નેશનલ હાઈવે નંબર 56 પર કેટલાક મહાકાય વૃક્ષો ધરાશાયી થયા છે, વૃક્ષો ધરાશાયી થતા 3 કિમી સુધી વાહનોની લાંબી લાઈનો લાગી ગઇ છે, વાહન ચાલકો કલાકો સુધી અટવાયેલા રહ્યાં છે
ભાવનગરના તળાજા અને મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, દાઠા, ગોપનાથ, બોરડા, કળસાર, ઉચા કોટડામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, અલંગ, મણાર, ત્રાપજ ગામમાં પણ વરસાદ છે, સોસીયા, કઠવા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે, મહુવાના કોટિયા, કળમોદર, વાવડીમાં વરસાદી માહોલ જામ્યો છે, રતનપર, બગદાણા, નવાગામ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે
અમરેલીમાં વહેલી સવારથી વરસાદ ખાબકી રહ્યો છે, ધારી તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં સરસિયા, ફાચરિયા, ગોવિંદપુર, અમૃતપુર, જીરા, જર મોરજર, છતડિયા, ખીચા સહિતના ગામમાં વરસાદ શરૂ થયો છે, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે, જિલ્લાના અન્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે
રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે, ચોમાસાનું આગામન હજુ થયુ નથી પરંતુ ઠેર ઠેર પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે પણ આ સ્થિતિ યથાવત રહી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, આજે વહેલી સવારથી ભરૂચમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો, પાંચબત્તી અને સેવાશ્રમ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અંકલેશ્વરમાં 1 ઇંચ, હાંસોટમાં 1 ઇંચ, ભરૂચમાં 11 મી.મી.વરસાદ વરસાદ પડ્યો હતો. હાલમાં સરેરાશ 26 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે, જેના કારણે અનેક સ્થળો પર વીજળી ગૂલ થઇ ગઇ છે.
ગઈકાલે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે પાંચ દિવસ વરસાદની ચેતવણી આપી હતી. આ વોર્નિંગ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લામાં આપવામાં આવી છે. આગામી બે દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે 50થી 60 કેએમપીએચની સ્પીડ સાથે પવન ફૂંકાશે. બે દિવસ બાદ પવનની ગતિ થોડી ઓછી થશે. આખા ગુજરાતમાં આગામી પાંચ દિવસ છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, અરબ સાગરમાં જે લો પ્રેશર સિસ્ટમ છે તે વેલમાર્ક લો પ્રેશર બન્યું છે. હાલ આ સિસ્ટમ કોંકણના દરિયાકાંઠા પાસે છે. આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ જઈ રહી છે. હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, 29મી મે સુધી આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવીથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે
હવામાન વિભાગ અનુસાર, આગામી 29 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજથી ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવીથી મધ્યમ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે
ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ વરસાદી કહેર શરૂ થયો છે, હવામાન વિભાગ અને આગાહીકારોએ હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, આજે રાજ્યમાં 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, તો વળી, 17 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં 50 થી 60 કીમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ તૂટી પડશે. આગામી ત્રણ દિવસ સુધી હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે
ગુજરાતમાં વરસાદને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે, હવામાન વિભાગે હજુપણ વરસાદી કહેરની આગાહી કરી છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આજે પણ ભારે પવન સાથે વરસાદ ખાબકશે. કેટલાક વિસ્તારોમાં 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 28 મે સુધી આ સ્થિતિ યથાવત રહેશે. પલટાતા હવામાનના કારણે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઇ છે. આજે ગુજરાતમાં 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે, અને 17 જિલ્લામાં વરસાાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે
હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જે પછી પણ ત્રણ દિવસ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થઇ શકે. 26મી મે એટલે કે આજે દક્ષિણ ગુજરાત જિલ્લાઓના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં છૂટાછવાયા સ્થળોએ તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે
27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે..જેમાં દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની પૂરી શક્યતા વર્તાઇ રહી છે. આ દિવસોમાં 35-50 કિમી પ્રતિકલાક સુધીની પવનની ગતિ રહેશે. ખાસ કરીમે 27મીએ પંચમહાલ તથા દાહોદ, નર્મદા, ભરૂચ, છોટા-ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાઓમાં અને દમણમાં, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે
રાજકોટ, જુનાગઢ, અમરેલી, પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર ,ગીર સોમનાથ, ભરૂચ, સુરત ,તાપીમાં પણ ઓરેન્જ અલર્ટ..વલસાડ ,દમણ અને દાદરા નગર વરસાદનું ઓરેન્જ એલર્ટ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું યેલો અલર્ટ છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા કમોસમી વરસાદ થશે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે
હાલમાં મહારાષ્ટ્રના રત્નાગિરી આસપાસ ડિપ્રેશન સક્રિય છે. આ ડિપ્રેશનને કારણે રત્નાગિરી, કોંકણ અને દક્ષિણ મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમ આગળ વધતા મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે કે 28 મે બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વરસાદી ઝાપટાં પડી શકે છે અને સમુદ્રમાં કરંટ જોવા મળશે અને દરિયો ભારે તોફાની બનશે. રાજ્યમાં 28 મે થી 27 જુન સુધી પવનની ગતિ વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે
ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલા જ વરસાદી કહેર શરૂ થયો છે, હવામાન વિભાગ અને આગાહીકારોએ હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, આજે રાજ્યમાં 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, તો વળી, 17 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં 50 થી 60 કીમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ તૂટી પડશે. આગામી ત્રણ દિવસ સુધી હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.