AAP: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકસભા ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી લડવાને લઇને લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.




ચૈતર વસાવા સાંસદ મનસુખ વસાવાને ચૂંટણીમાં ટક્કર આપશે. સાથે જ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે તે  બારડોલી, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર બેઠક પર ઉમેદવારો ઉતારશે. સાથે જ જૂનાગઢ લોકસભા બેઠક પર પણ AAP ઉમેદવાર ઉતારે તેવી સંભાવના છે.



ગુજરાતમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ગઠબંધન  કરશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કૉંગ્રેસ સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.  2 મહીના સુધી બેઠકો થશે ત્યારબાદ ચર્ચા કરવામાં આવશે. દેશમાં હાલ વિપક્ષી દળોનું ઈન્ડીયા ગઠબંધન બનાવવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ સંબોધતા મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું ભાજપ હવે લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો નહી જીતી શકે. 


આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ બેઠકોની વહેંચણી કરી લોકસભા ચૂંટણી 2024 લડશે.  ઈન્ડિયા ગઠબંધન માં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોડાયેલા હોવાથી લોકસભાની ચૂંટણી સાથે લડશે. ગુજરાતમાં જ્યાં-જ્યાં આમ આદમી પાર્ટી મજબૂત છે તેવા વિસ્તારોની બેઠક બાબતે વિચારણા કરાશે. ત્યારબાદ  ટિકીટોની વહેંચણી અંગે નિર્ણય લેવામાં આવશે.


ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ દાવો કર્યો છે કે ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો પર ભાજપ હવે નહિ જીતી શકે.   અત્યારે પ્રાથમિક તબક્કાની પ્રોસેસ ચાલી રહી છે.   ઈન્ડિયાના ગઠબંધનમાં ગુજરાતમાં ચૂંટણી લડાશે. જ્યાં આમ આદમી પાર્ટી મજબૂત છે તેવા વિસ્તારો ની બેઠક બાબતે વિચારણા બાદ ટિકીટની વહેંચણી અંગે નિર્ણય લેવામાં આવશે. 


ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. જેમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડબ્રેડ જીત મેળવી 156 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કૉંગ્રેસના ખાતામાં માત્ર 17 બેઠકો આવી હતી.