Unseasonal Rain: ગુજરાતમાં આજે અનેક જગ્યાએ વરસાદી ઝાંપટા થવાની આગાહી છે, હવામાન વિભાગે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. હાલમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઇકાલે સૌરાષ્ટ્ર-ઉત્તર અને મધ્ય ગુજરાત બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે પછી સુરતના દરિયાઇ કાઠા વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો.
ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે માવઠુ થવાની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી છે અને ઉત્તર ગુજરાતના બે જિલ્લાઓમાં અનેક સ્થળોએ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જો આજે માવઠુ થશે તો રાજ્યમાં કેરી અને ચીકુ પકવતા ખેડૂતોને નુકસાન પહોંચશે. માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરત ઉપરાંત નવસારી, વલસાડ, મહીસાગરમાં વાતાવરણ વાદળછાયું બન્યુ છે. વાદળછાયું વાતાવરણના કારણે કેરીના પાકને નુકસાનની ભીતી સેવાઇ રહી છે. જો માવઠું થશે તો કેરીના પાકને નુકસાન થઇ શકે છે.
રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાયુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ઠેકઠેકાણે માવઠું થવાની પુરેપુરી શક્યતા છે. આગાહીના પગલે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદો માહોલ છવાયો છે. સુરત જિલ્લામાં વાતાવરણ પલટો આવતા ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં વરસાદી ઝાંપટા શરૂ થયા છે. ખાસ કરીને સુરતમાં દરિયાઇ કાંઠાના વિસ્તારોમાં આવેલા ગામોમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. જેમાં મોર, ભગવા જીણોદ સહિતમાં ગામોમાં માવઠુ થતાં ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
બેવડી ઋતુમાં મોટી આગાહી
રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવાઇ રહી છે. ક્યાંક હીટવેવ છે તો ક્યાંક ઠંડા પવનો ફૂંકાઇ રહ્યાં છે. હવામાનનું મૂડ અલગ જ દેખાઇ રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે, તેમના મતે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠુ થઇ શકે છે. તો વળી, બીજીબાજુ પહેલી એપ્રિલ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે તેવું અનુમાન પણ છે. રાજ્યમાં હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે. સવારે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે તો વળી, બપોરે ભરઉનાળાનો અહેસાસ થઇ રહ્યો છે. બેવડી ઋતુની વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સૌરાષ્ટ્રમાં હીટવેવ તો રહેશે જ પરંતુ સાથે સાથે કેટલાક ભાગોમાં માવઠુ પણ થઇ શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો પર માવઠુ થશે. આજે અને આવતીકાલ ઉપરાંત બુધવારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠુ થવાની પુરેપુરી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, સાથે જ આ સમયે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવનો પણ ફૂંકાશે.