Gujarat Rain News: ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયાથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, આગામી મહિનાથી ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થશે. આગામી દિવસોમાં વાતાવરણમાં જોરદાર પલટો આવશે અને ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. આજે સવારથી રાજ્યમાં પડેલા વરસાદના આંકડા સામે આવ્યા છે, જે અંતર્ગત ચાર કલાકમાં ડાંગમાં સૌથી વધુ એક ઇંચ વરસાદ, તો ઝઘડિયા અને ભરૂચમાં પણ 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

હવામાન વિભાગે આજે સવારે બહાર પાડેલા વેધર બૂલેટિનમાં જણાવ્યું છે કે, આગામી ત્રણ કલાક દરમિયાન ડાંગ, તાપી, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ અમુક વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. અહીં છેલ્લા ચાર કલાકના વરસાદી આંકડા આપવામાં આવ્યા છે. જુઓ અહીં...

રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં 34 તાલુકામાં વરસાદ ખાબક્યો - ચાર કલાકમાં ડાંગમાં એક ઈંચ વરસાદ ખાબક્યો ચાર કલાકમાં ઝઘડિયા, ભરૂચમાં એક-એક ઈંચ વરસાદ ખાબક્યોચાર કલાકમાં સુબીર, વાલિયામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યોચાર કલાકમાં સોનગઢ, કરજણમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યોચાર કલાકમાં હાંસોટ, સતલાસણામાં અડધો ઈંચ વરસાદ ખાબક્યોઅંકલેશ્વર, ઠાસરા, શિનોરમાં પણ છુટોછવાયો વરસાદ ખાબક્યોવ્યારા, મહુવા, ચીખલી, હાલોલમાં છુટોછવાયો વરસાદ ખાબક્યો

મોડી રાત્રે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આજે સવારે કરેલી આગાહી અનુસાર આગામી ત્રણ કલાકમાં ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, નર્મદા અને બોટાદ જિલ્લામાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત, IMD એ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે, IMD એ કહ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. તે જ સમયે, IMD એ આ જિલ્લાઓમાં વાવાઝોડા માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.