Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, 8 અને 9 જાન્યુઆરી દરમિયાન રાજયમાં અનેક વિસ્તારમાં માવઠાની શકયતા છે. દક્ષિણ ભારતથી પશ્ચિમ ભારત તરફ લો પ્રેસર બની રહ્યુ છે. 8 અને 9 જાન્યુઆરી દરમિયાન રાજયમાં અનેક વિસ્તારમાં માવઠાની શકયતા છે.


કયા વિસ્તારમાં કઈ તારીખે માવઠાની આગાહી


દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલિમોરા જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. 8 જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તાર જેમકે દાહોદ ગોધરા છોટાઉદેપુર રાજપીપળા જેવા વિસ્તારમાં હળવા ભારે ઝાપટા પડી શકે છે. 9 જાન્યુઆરીના રોજ વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થઈ શકે છે. 9 જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ મધ્ય ગુજરાત અને ઉતર ગુજરાતના ભાગોની અંદર ઝાપટાથી લઈને મધ્યભારે વરસાદ શક્યતા છે. સૌરાષ્ટ માં હળવા છુટાછવાયા વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદ, ગાંધીનગર, કપંડવજ, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ અને લુણાવાડા જેવા વિસ્તામાં મધ્યમથી ભારે ઝાપટા જોવા મળશે. અરવલ્લી, સાબરકાંઠા બનાસકાંઠા, મહેસાણા, પાટણ જેવા વિસ્તારમાં મધ્યમથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં મધ્યથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં ફરી માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.



અંબાલાલ પટેલે શું કરી છે આગાહી


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જેના કારણે દેશના ઉત્તરિય પર્વતિય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે અને કમોસમી વરસાદ થશે. જમ્મુ કાશ્મીર, હરિયાણા, રાજસ્થાનના ઉતરપશ્ચિમ ભાગો, ઉતર પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત, કચ્છ સૌરાષ્ટ્રના ભાગોમાં 8થી 10 જાન્યુઆરીના રોજ વાદળો આવવાની શક્યતા છે. તેમણે કહ્યુ કે, કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ભારે થંડર સ્ટ્રોમ અને કરા પડવાની શક્યતા રહેશે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં અરબ સાગરમી હલચલના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.


અંબાલાલ પટેલે વધુમા જણાવ્યુ છે કે,  8થી 10 જાન્યુઆરીમાં મધ્યમ ગુજરાતમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી તાપમાન પહોચી જશે. મહત્તમ તાપમાન 30થી 31 ડિગ્રી થઇ જશે. જેથી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું લાગશે. 11 જાન્યુઆરીથી ફરી ઠંડીનો ચમકારો આવશે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાતમાં ઠંડી અનુભવાશે. અરબી સમુદ્રનો ભેજ, વેસ્ટન ડિસ્ટર્બન્સ આ બધી ગતીવિધીના કારણે ભારત દેશના કેટલાક ભાગમાં હવામાન પલટાવવાની શક્યતા રહેશે.